મોરબીઃ 6 માસની બાળકીનું અપહરણ, રાજ્યભરમાં નાકાબંધી

morbi-map-kidnap
મોરબી, 21 ઓક્ટોબરઃ મોરબી ખાતે આવેલા વાવડી રોડ સ્થિત નંદનવન સોસાયટીમાં રહેતા રજનીકાંતભાઇની 6 માસની દિકરી કાજલનું બાવાના વેશમાં આવેલો ભિક્ષુકો અપહરણ કરી નાસી છૂટ્યાનું જાણવા મળ્યું છે. જેને લઇને પોલીસ દ્વારા રાજ્યભરમાં નાકાબંધી કરી છે અને અપહરણકારોને પકડવાની તજવીજ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર મંગળવારે સવારે રજનીકાંતના પત્ની જલ્પાબેન ઘરકામ કરી રહ્યાં હતા, તે સમયે બાવાના વેશમાં બે શખ્સો ભિક્ષા માંગવા આવ્યા હતા, જે દરમિયાન જલ્પાબેન પોતાની છ માસની દિકરીને લઇને તેમની પાસે પહોંચ્યા હતા ત્યારે બાવાના વેશમાં આવેલા શખ્સોએ તેમના મોઢા પર કંઇક પ્રવાહી છાંટીને તેમને બેભાન કરી દીધા હતા.

જલ્પાબેન ભાનમાં આવ્યા ત્યારે તેમની દિકરી કાજલ ઘરમાં ક્યાંય નહોતી. જલ્પા બેનનો રડમશ અવાજ સાંભળી આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા, બાદમાં તેમના પતિ અને પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. પોતાની દિકરીનું અપહરણ થયાનું જાણતા જલ્પાબેનની તબિયત લથડી હતી, તેમને સારવાર અર્થે હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ પોલીસે અપહરણકારોને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા મોરબી સહિત જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર ઉપરાંત અન્ય જિલ્લાઓની પોલીસને જાણ કરીને નાકાબંધી કરવા જણાવી દીધું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X