ટીએમસી નેતાના રાષ્ટ્રપતિ પરના નિવેદન બાદ ભડકી સ્મૃતિ ઇરાની, પાર્ટીમાંથી બરતરફ કરવા કરી માગ
પશ્ચિમ બંગાળના મંત્રી અખિલગિરિ દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ કોમેન્ટ બાદ ભારે હોબાળો મચી રહ્યો છે.
પશ્ચિમ બંગાળના મંત્રી અખિલગિરિ દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ કોમેન્ટ બાદ ભારે હોબાળો મચી રહ્યો છે. આ વચ્ચે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ અખિલગિરિના નવેદન સામે રોષ પ્રગટ કર્યો છે. આ સાથે સ્મૃતિ ઇરાનીએ તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને મમતા બેનર્જીએ સવાલ કર્યો હતો કે, મમતા બેનર્જી અખિલગિરિને પાર્ટીમાંથી ક્યારે બરતરફ કરશે.

આ સાથે સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ટીએમસી મંત્રી અખિલ દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રપતિ મુર્મુ અંગેના નિવેદન બાબતે ચુપ કેમ છે. અમે તે મંત્રીને સાંભળવા માંગતા નથી, અમે જાણવા માંગીએ છીએ કે, મમતા જી અખિલગિરિને પાર્ટીમાંથી ક્યારે બરતરફ કરે છે.
TMC મંત્રી અખિલ ગિરિએ શુક્રવારના રોજ પશ્ચિમ બંગાળના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારી વિશે વાત કરતી વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. અખિલ ગિરિએ સુવેન્દુ અધિકારી પર નિશાન સાધતા કહ્યું હતું કે, તે (સુવેન્દુ અધિકારી) કહે છે કે હું
દેખાવમાં સારો નથી. તમે કેટલા સુંદર છો! અમે કોઈને તેમના દેખાવ પરથી જજ કરતા નથી, અમે ભારતના રાષ્ટ્રપતિના કાર્યાલયનું
સન્માન કરીએ છીએ, પરંતુ આપણા રાષ્ટ્રપતિ કેવા દેખાય છે?
અખિલ ગિરિએ નંદી ગામમાં એક રેલીને સંબોધિત કરતા આ નિવેદન આપ્યું હતું. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ
થઈ રહ્યો છે.
વિવાદ વધ્યા બાદ અખિલ ગિરિ માંગી માફી
વિવાદ વધ્યા બાદ અખિલ ગિરિએ પોતાના નિવેદન બદલ માફી માંગી લીધી છે. અખિલ ગિરિએ માફી માંગી અને જણાવ્યું હતું કે, તેઓ તેમના નિવેદન પર ખેદ વ્યક્ત કરે છે અને બંધારણ અને રાષ્ટ્રપતિનું સન્માન કરે છે. અખિલ ગિરિએ જણાવ્યું હતું કે, હું રાષ્ટ્રપતિનું સન્માન કરું છું, મેં નિવેદનમાં રાષ્ટ્રપતિ કહ્યું હતું, કોઈ મહિલાનું નામ નથી લીધું. મેં સુવેન્દુ અધિકારીને જવાબ આપવા માટે આવી સરખામણીઓ કરેલી પોસ્ટનો સંદર્ભ લીધો હતો. મેં કોઈ મહિલાનું નામ નથી લીધું, હું પણ મંત્રી છું, મેં પણ પદના શપથ લીધા છે. જો મારા નિવેદનથી ભારતના રાષ્ટ્રપતિને અપમાનની લાગણી થઈ હોય, તો મને માફ કરશો.












Click it and Unblock the Notifications
