જાસૂસીકાંડમાં તપાસ પ્રક્રિયાને રદ કરતી ગુજરાત હાઇકોર્ટ
અમદાવાદ, 10 ઓક્ટોબરઃ બહુચર્ચિત મહિલા જાસૂસીકાંડમાં કરવામાં આવેલી રહેલી તપાસને ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ કરી નાંખવામાં આવી છે. હાઇકોર્ટ દ્વારા યુવતીના પિતા દ્વારા કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન આ નિર્ણય સંભળાવ્યો હતો. યુવતીના પિતા દ્વારા આ કેસને રદ કરવાની અપીલ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ તેમનો અંગત મામલો છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, સ્નૂપગેટના મુદ્દાને લોકસભાની ચૂંટણી પહેલા ઘણો જ ઉછાળવામાં આવ્યો હતો અને કોંગ્રેસ દ્વારા એ સમયના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હતા તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં હતા. તેમજ બે ન્યૂઝ વેબસાઇટ પર ઓડિયો ટેપ પણ પ્રસારિત કરવામાં આવી હતી. જેમાં અમિત શાહ દ્વારા 2009માં પોલીસને આર્કિટેક્ટ યુવતી પર નજર રાખવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું અને તે ‘સાહેબ'ના ઇશારે કરવામાં આવ્યું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
