Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભાજપની લોકસભાની ચૂંટણી પહેલા બુથ સશક્તિકરણ અને સોશિયલ મીડિયા કાર્યશાળા યોજાઇ

જૂનાગઢ ખાતે બુથ સશક્તિકરણ અભિયાન અને સોશિયલ મીડિયા કાર્યશાળા પેજ સમિતિના પ્રણેતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના પ્રમુખ કિરિટભાઇ પટેલે પ્રાંસગીંક સંબોધન કર્યુ હતું.

C R PATIL

આ કાર્યક્રમમાં પેજ સમિતિના પ્રણેતા અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ષ 2014માં જે કામ કર્યુ તે માત્ર સત્તા પરિવર્તન નથી કર્યુ તેમણે ભારતમાં પુનજાગરણ માટે એક નવા યુગનો શંખનાદ કર્યો.

ભારતીય જનતા પાર્ટી એ એવી પાર્ટી છે જેના માટે રાષ્ટ્ર પ્રથમ રહ્યુ છે. ભાજપની આસ્થાનો મૂળ મંત્ર એક ભારત, શ્રેષ્ઠ ભારત છે. યુવાનોની એક એવી ટીમ તૈયાર કરવી જોઇએ કે જે આધુનિક ટેકનોલોજીનુ મોનીટરીંગ કરે અને તેને નાગરીકો સુઘી પહોંચાડવાનો પ્રયાસ કરે. આવનાર સમયમાં કાર્યકરો સોશિયલ મીડિયાનો કેવી રીતે ઉપયોગ કરે જેનાથી પાર્ટીની વાત વધુમાં વધુ લોકોને પહોંચાડી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું. ભાજપની એકતા અને સંગઠન શક્તિએ ભાજપની પ્રાણવાયુ છે તેને નિરંતર ગતીમાં રાખવુ જરૂરી છે.

આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કુશળ નેતૃત્વથી આંતરરાષ્ટ્રીય ફલક પર દેશનુ ગૌરવ વધાર્યુ. આજે વિકાસ પુરુષનુ બિરુદ મળ્યુ છે. જનતાને આપેલા તમામ વચનો જેવા કે રામ મંદિર,જમ્મુ કાશ્મિરમાં કલમ 370 દુર કરવી,ત્રિપલ તલાક સહિત દરેક વચનો પુરા કર્યા .વડાપ્રધાને સર્જીકલ સ્ટ્રાઇક થકી પાકિસ્તાનને ઘરે ઘુસીને જવાબ આપ્યો અને વિશ્વને ભારતની તાકાતનો પરચો આપ્યો.

આજે વડાપ્રધાનના માર્ગદર્શનમાં યાત્રાધામનો વિકાસ થઇ રહ્યો છે. તે સૌને સાથે લઇને ચાલી રહ્યા છે તેના કારણે આજે સૌથી વધુ લોકપ્રિય બન્યા છે. એક સમયે ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની ડિપોઝીટ બચે તો ઉજવણી થતી આજે પરિસ્થિતિ બદલાઇ છે અને ઉમેદવારો વધુ લીડથી જીતે છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને કારણે બદલાઇ છે. દેશ અને દુનિયામાં થતી દરેક પોઝીટીવ વસ્તુને લોકો સુઘી પહોંચાડવાનો સફળ પ્રયાસ જો કોઇએ કર્યો હોય તો તે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કર્યો છે. કેન્દ્ર અને રાજય સરકારની દરેક યોજનાનો લાભ છેવાડાના માનવીને મળે તે માટે દરેક કાર્યકર પ્રયાસ કરે.

આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ સંબોધન કરતા જણાવ્યું કે, ચૂંટણીનો સમય એ કોઇ પણ રાજકીય પાર્ટી માટે ઉત્સાહનો સમય હોય છે,દરેક કાર્યકર સક્રિય રીતે કામ કરતો હોય છે. કાર્યકરો સખત પરિશ્રમ કરતા હોય છે તેનુ પરિણામ આપણે ગુજરાત વિઘાનસભા ચૂંટણીમાં જોયુ છે. ગુજરાત વિઘાનસભા ચૂંટણીનુ પરિણામ દરેક કાર્યકરે દિવસ રાત મહેનત કરી છે તે સાબિત કરે છે. ગુજરાત ભાજપના કાર્યકરોની મહેતન દેશના અન્ય કાર્યકરો માટે માર્ગદર્શન રૂપ સાબિત થાય છે.

દેશની રાજનૈતિક વ્યવસ્થામાં ગુજરાત આજે લિડ કરી રહ્યુ છે જેથી આપણી જવાબદારી પણ છે કે સમય સાથે ચાલીએ. આજનો યુગ ડિજિટલને પ્રાધાન્ય આપે છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ થવો ખૂબ જરૂરી છે. ભાજપના કાર્યકરોએ સમય સાથે ચાલવું પડશે. આજના સમયમાં મીડિયાથી વઘારે અસરકારક છે સોશિયલ મીડિયા.સોશિયલ મીડિયામાં કાર્યકરો વધુ સક્રિય રહે તે જરૂરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X