For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં BJP સાથે પંજો લડાવવા સોનિયા, PM, રાહુલ તૈયાર

|
Google Oneindia Gujarati News

gujarat-congress-logo
અમદાવાદ, 8 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના પ્રથમ તબક્કાની આડે હવે માત્ર ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓની સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ અને સ્ટાર પ્રચારકોએ અંતિમ દિવસોમાં એડી ચોટીનું જોર લગાવી મતદારોને કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે રીઝવવાના પ્રયત્નો કરી લીધા છે.

ગુજરાતમાં ભાજપ ખાસ કરીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ઝંઝાવાતી પ્રચાર સામે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી, વડાપ્રધાન મનમોહન સિંહ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી અને યુવા નેતા રાહુલ ગાંધીએ પંજો લડાવવાની તૈયારી કરી લીધી છે. આગામી ત્રણ દિવસમાં તેઓ ગુજરાતમાં પ્રચાર કરવા આવી પહોંચવાના છે. આ ત્રણે નેતાઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના પ્રચાર માટે તારીખ 9, 10 અને 11 ડિસેમ્બર, 2012ના રોજ ગુજરાતના પ્રવાસે આવશે.

સોનિયા ગાંધી 10 ડિસેમ્બરે સિદ્ધપુર, જિલ્લો પાટણમાં અને સેવાલીયા -ઠાસરા, જિ.ખેડામાં ચૂંટણી સભા સંબોધશે. વડાપ્રધાન ડૉ મનમોહનસિંહ ૯ ડિસેમ્બર, ર૦૧રના રોજ વાંસદા, જિ. નવસારીમાં ચૂંટણી સભા સંબોધશે.

કોંગ્રેસના યુવરાજ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી અને યુવા નેતા રાહુલ ગાંધી 11 ડિસેમ્બર, 2012ના રોજ સાણંદ, જિ. અમદાવાદ, જામનગર, જિ. જામનગર અને અમરેલી, જિ. અમરેલીમાં જાહેર ચૂંટણી સભાને સંબોધન કરશે.

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સચિવ તથા સાંસદ સંજય નિરૂપમ 8થી 11 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની
ચૂંટણીના પ્રચાર અર્થે ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ 8મીએ સુરેન્દ્રનગર, 10મીએ નવસારી, બિલીમોરા અને સુરતમાં સભા સંબોધશે. જ્યારે 11 ડિસેમ્બરનો પ્રવાસ કાર્યક્રમ પછીથી જાહેર કરાશે.

English summary
Sonia, PM, Rahul ready for big show in Gujarat against BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X