For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમાજવાદી પાર્ટીનું ગુજરાતમાં 10 બેઠકો પર વિજય મેળવવાનું આયોજન

|
Google Oneindia Gujarati News

Narendra Modi and Mulayam Singh
બેંગલોર, 14 સપ્ટેમ્બર : ઉત્તર પ્રદેશમાં પૂર્ણ બહુમતથી સરકાર બનાવ્યા બાદ યુપીએ સંગઠનની મહત્વની સભ્ય પાર્ટી સમાજવાદી પાર્ટી(સપા)એ નરેન્દ્ર મોદીના ગઢ ગુજરાતમાં પોતાનો પગ પેસારો કરવાના પ્રયાસ શરૂ કર્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં સમાજવાદી પાર્ટી ગુજરાતની મહત્વની 10 બેઠકો પર ચૂંટણી લડી વિજય મેળવવા માંગે છે.

સમાજવાદી પાર્ટીએ ગુજરાતમાં મોદીને સત્તા પર લાવનારા વર્ગોને પોતાની તરફ આકર્ષવાનું શરૂ કર્યું છે. સપાના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના નજીકના સૂત્રોનું કહેવું છે કે થોડા દિવસો પહેલા જ ગુજરાતમાંથી સમાજવાદી પાર્ટીના અગ્રણી કાર્યકરોએ મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ અને આઝમ ખાન સાથે બેઠક યોજી ગુજરાતમાં કેવી રીતે ચૂંટણી લડવી તેનો વ્યૂહ ઘડી કાઢ્યો છે.

મુલાયમ સિંહ યાદવ એ બાબત સારી રીતે જાણે છે કે ગુજરાતમાં એક વર્ગ આજે પણ એવો છે કે જે ગુજરાતમાં થયેલા રમખાણોથી નારાજ છે. આ વર્ગનું માનવું છે કે ગુજરાતમાં રણખાણો થયા ના હોત તો વિકાસના માર્ગમાં ગુજરાત ઘણું આગળ હોત. આ વાતને પકડીને મુલાયમ ગુજરાતમાં લાભ મેળવવા માંગે છે. મુસ્લિમોમાં મુલાયમ ઘણા લોકપ્રિય છે આ કારણે તેમને મુલ્લાહ મુલાયમના ઉપનામથી પણ ઓળખવામાં આવે છે.

English summary
Samajwadi Party is all set to test political waters in Gujarat. SP is planning to occupy 10 major seats in gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X