તાપી ખાતે યોજાશે પ્રજાસત્તાક દિવસ 2025ની રાજ્યકક્ષાની ઉજવણી
Republic Day 2025: રાષ્ટ્રના 76મા પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરી 2025ની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે થશે.
તારીખ 26મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજ વંદન સમારોહ યોજાશે.
આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા ખાતે, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરના અધ્યક્ષ સ્થાને પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેક્ટર ઓના અધ્યક્ષ સ્થાને વિવિધ જિલ્લા મથકોએ પણ ધ્વજ વંદન સમારોહ યોજાશે.

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની યાદી
કેબિનેટ મંત્રીઓ
1. કનુભાઈ દેસાઈ - વલસાડ
2. ઋષિકેશ પટેલ - બનાસકાંઠા
3. રાઘવજીભાઈ પટેલ - રાજકોટ
4. બળવંતસિંહ રાજપૂત - મહેસાણા
5. કુંવરજીભાઈ બાવળિયા - બોટાદ
6. મુળુભાઈ બેરા - જામનગર
7. ડૉ. કુબેરભાઈ ડીંડોર - ભાવનગર
8. ભાનુબેન બાબરિયા - અમદાવાદ
પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી જિલ્લામાં થવા જઈ રહી છે, ત્યારે નાગરિકોમાં રાષ્ટ્રીય પર્વને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેની રંગેચંગે ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લા સેવાસદનના સરકારી પરિસરો તથા વ્યારા નગરને સુંદર સુશોભિત કરવામાં આવ્યું છે.#Vyara #Tapi #26January pic.twitter.com/EOHNLo1aYn
— Swapnil Vyas 🇮🇳 BJP (@SwapnilVyasBJP) January 22, 2025
રાજ્ય કક્ષાના મંત્રીઓ
9. હર્ષ સંઘવી - ગાંધીનગર
10. જગદીશ વિશ્વકર્મા - ખેડા
11. પરશોત્તમભાઈ સોલંકી - ગીર સોમનાથ
12. બચુભાઈ ખાબડ - દાહોદ
13. મુકેશભાઈ પટેલ - નવસારી
14. પ્રફુલ પાનશેરીયા - સુરત
15. ભીખુસિંહજી પરમાર - છોટા ઉદેપુર
16. કુંવરજીભાઈ હળપતિ - ભરૂચ
આ ઉપરાંત સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, વડોદરા, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેક્ટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.
તાપી જિલ્લામાં ૨૬મી જાન્યુઆરીના રોજ રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થનારા છે. આ રાષ્ટ્રીય પર્વના ઉજવણી પૂર્વે તાપી જિલ્લા સેવાસદન રંગીન લાઇટિંગની રોશનીથી ઝળહળી ઉઠ્યું છે.જિલ્લા સેવાસદનનો નયન રમ્ય નજારો જોવા મળી રહ્યો છે. pic.twitter.com/IxkYfXHCRH
— PA TASP SONGADH-TAPI (@patasp_tapi) January 22, 2025












Click it and Unblock the Notifications
