આવતીકાલે સવારે 10 વાગે જાહેર થશે ધો.12 સાયન્સનું પરિણામ

Subscribe to Oneindia News

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ આવતી કાલે તારીખ 11મી મેના રોજ સવારે 10 વાગ્યે શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર ઓનલાઇન જાહેર કરવામાં આવશે. આની સાથે વિજ્ઞાન પ્રવાહ ના સેમેસ્ટર-2નું પરિણામ પણ આવતી કાલે જ જાહેર થશે.

exams

અગાઉ પણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની તારીખ આપવામાં આવી હતી, પરંતુ નીટ પરીક્ષા હોવાથી બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં નહોતું આવ્યું. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા સચિવના જણાવ્યા અનુસાર, વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર-4 અને સેમેસ્ટર-2ની પરીક્ષાનું પરિણામ આવતી કાલે સવારે 10 વાગ્યે જાહેર કરવામાં આવશે. જેની માર્કશીટ અને પ્રમાણપત્રનું વિતરણ આવતી કાલે જ સવારે 11થી 4 વાગ્યા દરમિયાન જે-તે શાળાઓમાં કરવામાં આવશે.

બોર્ડની પરીક્ષામાં ધો.10 માં 11 લાખ, ધો.12 સામાન્ય પ્રવાહ માં 5.14 લાખ તથા સાયન્સ સેમેસ્ટર-4માં 1.41 લાખ મળીને 17,55,012 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ગત વર્ષની સરખામણીએ 23,012 વિદ્યાર્થીઓ વધુ નોંધાયા હતો. આ વર્ષે ધો.10માં 21,000 વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં 2012 વિદ્યાર્થીઓનો વધારો થયો હતો.

English summary
Gujarat Secondary Education Board will announce the results of Std.12 Science on 11th May at 10 am. Students can check their results on the website www.gseb.org.
Please Wait while comments are loading...