રાહુલ ગાંધીએ કહ્યું પથ્થર અને કાળા વાવટાથી અમે નથી ડરતા!
રાહુલ ગાંધીના કાફલા પર ધાનેરામાં થયો પથ્થરમારો. કોંગ્રેસે લગાવ્યો ભાજપ પર આરોપ. જાણો વિગતવાર અહીં.
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના કાફલા પર ધાનેરામાં થયો પથ્થરમારો. પથ્થરમારાના કારણે ધાનેરાના નગરપાલિકાના પૂર્વ પ્રમુખની ગાડીનો કાચ તૂટ્યો હતો. જે બાદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તે આ રીતે પથ્થર ફેંકવા કે કાળા વાવટા ફરકાવવાથી નથી ડરતા. અને તે પૂરગ્રસ્તોની જરૂરથી મદદ કરશે. ઉલ્લેખનીય છે કે આજે રાહુલ ગાંધી ગુજરાતના બનાસકાંઠામાં પૂરગ્રસ્તોની મુલાકાત પર છે. ત્યારે ધાનેરામાં પહેલા તેમની સભાની જગ્યાએ સ્થાનિકો દ્વારા કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા અને મોદી- મોદીના નારા લાગ્યા હતા. જે પછી તેે જ્યારે તેમના હેલિપેડ તરફ પાછા વળી રહ્યા હતા ત્યારે તેમની કાફલાની કાર પર પથ્થર મારો કરુવામાં આવતા એક ગાડીનો કાચ તૂટ્યો હતા.

જે બાદ કોંગ્રેસ આ સમગ્ર ઘટનામાં માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. અને આ સમગ્ર ઘટનાને વખોડી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી સુધી આ ઘટનાના પડધમ સંભળાયા છે. એ એમ સંધવીએ કહ્યું કે સિમેન્ટ વડે ભાજપના ગુંડાઓએ રાહુલ ગાંધી પર હુમલો કર્યો છે. જેના કારણે એક એસપીજીનો એક અધિકારી ઇજાગ્રસ્ત થયો છે. પણ આ ઘટના તે બતાવે છે કે હવે લોકતંત્રમાં વિરોધ પક્ષ દ્વારા લોકતાંત્રિક વસ્તુઓ કરવાની પણ જગ્યા નથી. રાહુલ ગાંધીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ હુમલા અંગે પ્રતિક્રિયા આપતા આ મુજબ જણાવ્યું હતું.

नरेंद्र मोदी जी के नारों से, काले झंडों से और पत्थरों से हम पीछे हटने वाले नहीं हैं, हम अपनी पूरी ताकत लोगों की मदद करने में लगाएंगे
— Office of RG (@OfficeOfRG) August 4, 2017












Click it and Unblock the Notifications
