For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામનગરમાં બાળકોએ ટેડીબેરને ભેટીને બનાવ્યો અનોખો રેકોર્ડ

બાળકોનું અને મોટેરાઓનું સૌથી પ્રિય રમકડું હોય છે ટેડીબેર. બાળપણથી માંડીને કિશોર કે યુવાવય સુધી જો કોઈ વ્યક્તિને ટેડીની ભેટ આપવામાં આવે તો વ્યક્તિ ખુશ થઈ જાય છે

By Lekhaka
|
Google Oneindia Gujarati News

બાળકોનું અને મોટેરાઓનું સૌથી પ્રિય રમકડું હોય છે ટેડીબેર. બાળપણથી માંડીને કિશોર કે યુવાવય સુધી જો કોઈ વ્યક્તિને ટેડીની ભેટ આપવામાં આવે તો વ્યક્તિ ખુશ થઈ જાય છે. અને તાજેતરમાં જ ઉજવાયેલા વેલેન્ટાઇન્સ ડેમાં તેમજ ઓગસ્ટ મહિનામાં આવતા ફ્રેન્ડશીપ ડેની ઉજવણીમાં ટેડીબેરની જોડી ગિફ્ટ આપવા માટે બેસ્ટ મનાય છે. આવા ક્યૂટ ટેડીને સાથે રાખીને જામનગરમાં એક રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.

jamnagar

જામનગરમાં આજે એક સાથે ૫૦૦ થી વધુ બાળકો એ ટેડીબેર ને ગળે લગાડી એક અનોખો વિક્રમ પ્રસ્થાપિત કર્યો છે જામનગરની સંસ્થાએ વર્ષ ૨૦૧૬નો જાપાનનો રેકોર્ડ તોડી એક નવો રેકડ સ્થાપિત કર્યો હતો જામનગર ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં અનેક વખત સ્થાન મેળવી ચૂકયું છે પછી તે જામનગરમાં ચાલતી અખંડ રામધૂન હોય કે જલારામ મંદિર દ્વરા ૭ ફૂટનો મોટો રોટલો બનવાની ઘટના હોય.

jamnagar

આજે જામનગરના ઓમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા મહિલા કોલેજના મેદાનમાં યોજાયેલ કાર્યક્રમમાં જામનગરની અલગ અલગ સ્કુલ, વિસ્તારોના ૫૦૦ થી વધુ એક વર્ષ થી ૧૫ વર્ષ સુધીના બાળકો એ ભેગા થઇ તેમના વહાલા ટેડીબેરને ગળે લાગાડી નવો જ રેકર્ડ સ્થાપિત કર્યો છે. કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું હતું કે આ પૂર્વે એકજ સ્થળ પર,એકજ સમયે, એક સાથે ટેડીબેરને ગળે લગાવવાનો રેકડ જાપાનના ટોકિયોમાં વર્ષ ૨૦૧૬માં નોંધાયો છે જેમાં ૨૫૭ બાળકોએ ભાગ લીધો હતો , જ્યારે જામનગર માં આજે યોજાયેલા કાર્યક્રમમાં ૫૦૦થી વધુ બાળકો જોડાયા હતા .
English summary
Strange Jamnagar teddy bear record.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X