• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અચાનક ટેક્સટાઇલ મિલ મશીનમાં ફસાઈ ગયો યુવક, જુઓ ફોટા

By Ankit Patel
|

એવું કહેવામાં આવે છે કે જીવન અને મૃત્યુ ભગવાનના હાથમાં છે. કેટલીકવાર નાની ઈજાથી વ્યક્તિનું મોત થાય છે. પરંતુ કેટલીકવાર મૃત્યુના મોં પર આવેલો વ્યક્તિ સુરક્ષિત રીતે બહાર આવે છે. આવી જ એક ઘટનાના સામે આવી છે. મૃત્યુના મોં માંથી સુરક્ષિત રીતે પરત આવેલા યુવકને જોઇને લોકો સ્તબ્ધ થઈ ગયા છે.

મશીન સાથે ત્રણ વખત ફરી ગયો યુવક

મશીન સાથે ત્રણ વખત ફરી ગયો યુવક

ફોટામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાપડ મિલમાં કામ કરતો કર્મચારી ખરાબ રીતે મશીનની અંદર ફસાયો છે અને મશીનના મજબૂત દોરા વચ્ચે અટવાઈ ગયો છે. જોકે, તેની ચીસો સાંભળીને તેના સાથી કર્મચારીઓ દોડી આવ્યા હતા અને મશીન બંધ કરી દોરો કાપીને તેને બહાર બહાર કાઢ્યો હતો. ત્રણ વખત પાવરલૂમ મશીનમાં ફર્યા પછી પણ પીડિત કર્મચારી સુરક્ષિત બહાર આવ્યો.

જીવ બચી ગયો

જીવ બચી ગયો

પત્રકારના જણાવ્યા અનુસાર આ ઘટના આંજણા વિસ્તારમાં આવેલી એક ટેક્સટાઇલ મિલની છે. મિલમાં કામ કરતી વખતે આ અકસ્માત થયો હતો. પરંતુ કોઈક રીતે કર્મચારીનો જીવ બચી ગયો હતો. જો કે, આ સમગ્ર ઘટના દરમિયાન તે ખૂબ જ ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

બેદરકારીના કારણે મશીનમાં ફસાયો

બેદરકારીના કારણે મશીનમાં ફસાયો

જોકે તે હવે સલામત છે. ફોટા જોઈને દરેક વ્યક્તિનું દિલ કંપી જાય.પરંતુ સમય જતાં પીડિતના સાથીદારોએ તેને બચાવી લીધો. તેની જિંદગી બચવાની બાબતમાં લોકોમાં ખુશી અને આશ્ચર્ય પણ છે. આ સમગ્ર મામલો ગુજરાતના સુરતના આંજણાનો છે, જ્યાં કારખાનામાં કામ કરતી વખતે કર્મચારીનું ધ્યાન ખોવાઈ ગયું હતું અને તેનો હાથ દોરાના મશીનમાં આવી ગયો. જે બાદ મશીને યુવકને ચપેટમાં લઇ લીધો હતો.

ગુજરાત: સિરામિક ઉદ્યોગ પણ મંદીની ઝપટમાં, 12,000 કરોડનો ઘટાડો

English summary
Suddenly a young man gets stuck in a textile mill machine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X