સુનિતા વિલિયમ્સ 1 એપ્રિલથી ભારતના પ્રવાસે, ગુજરાતની મુલાકાત લેશે

વિજ્ઞાન કેન્દ્રના એક એક અધિકારીના જણાવ્યા અનુસાર પહેલી એપ્રિલના રોજ સેન્ટર સુનિલા એલ વિલિયમ્સ (કેપ્ટન, યુએસ નેવી અને અંતરિક્ષ યાત્રી, નાસા)ની મેજબાની કરશે. સુનિતા વિલિયમ્સ બાળકો અને અધ્યાપકો સાથે વાતચીત કરશે.
ત્યારબાદ તે મુંબઇ રવાના થશે. તે ત્રણ અને ચાર એપ્રિલના રોજ મુંબઇનો પ્રવાસ કરશે, ત્યારબાદ ગુજરાત પધારશે. અત્રે ઉલ્લેખનીય છે કે સુનિતા વિલિયમ્સના પિતા ગુજરાતના મહેસાણા જિલ્લાના છે.
મુંબઇમાં સુનિતા વિલિયમ્સ ભારતીય સમાજ કલ્યાણ પરિષદ દ્રારા ચૈંબૂરમાં સંચાલિત મહિલા હોસ્ટેલની મુલાકાત લેશે અને હોસ્ટેલમાં રહેનાર મહિલાઓ સાથે વાતચીત કરશે. આ ઉપરાંત સુનિતા વિલિયમ્સ વર્લી સાયન્સમાં સ્કૂલના બાળકો પણ મળશે. સુનિતા વિલિયમ્સનો અંતિમ પડાવ ગુજરાત હશે. ગુજરાતમાં તે પોતાના પુર્વજોના ગામમાં જઇને સંબંધીઓને મળશે.
ગુજરાતની ટેક્નોલોજી યુનિવર્સિટી દ્રારા સુનિતા વિલિયમ્સને ડાક્ટરેટથી સંન્માનિત કરવામાં આવી છે. સુનિતા વિલિયમ્સ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. તેમને આ પહેલાં ઓક્ટોબર 2007માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મુંબઇનો પ્રવાસ કર્યો હતો.
સુનિતા વિલિયમ્સના નામે એક મહિલા અંતરિક્ષ યાત્રીના રૂપમાં અંતરિક્ષમાં 50 કલાક 40 મિનિટ સુધી સ્પેકવોક કરવાનો વર્લ્ડ રેકોર્ડ છે. આ ઉપરાંત તે બે વાર અંતરિક્ષ મિશનમાં જઇ ચુકી છે. અંતરિક્ષમાં તેમને આ દરમિયાન 322 દિવસ વિતાવ્યા હતા.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
