સુરત 21 વર્ષીય યુવતીનું પહેલા થયું અપહરણ પછી ગેંગરેપ
સુરતમાં 5 લોકોએ દારૂના નશામાં યુવતી સાથે કર્યું ગેંગરેપ, ફાર્મ હાઉસમાં લઇ જઇને યુવતી સાથે કર્યું દુષ્કર્મ.
સુરતના કડોદરાના વાંકનેડા ફાર્મ હાઉસમાં 5 લોકોએ એક 21 વર્ષીય યુવતી પર ગેંગરેપ કર્યાની ફરિયાદ યુવતીએ અડાજણ પોલીસ મથકમાં નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ સુરતના અડાજણ વિસ્તારમાંથી પહેલા યુવતીનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ તેને ફાર્મ હાઉસ પર લઇ જવામાં આવી હતી. અને જ્યાં તેની પર 5 નરાધામોએ ગેંગરેપ કર્યો હતો. ગુરુવારે બનેલી આ ધટનામાં મોડીરાત્રે યુવતીનું નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે મુંબઇની રહેવાસી છે અને સુરત નાણાંની લેવડ દેવડ મામલે આવી હતી. જ્યાં તે આ યુવકોના સંપર્કમાં આવી હતી અને દારૂના નશામાં યુવકોએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. હાલ ગુજરાતમાં રોજ રોજ ગેંગરેપને એક ઘટના તો છાશ-વારે બનતી હોય છે ત્યારે સવાલ તે થાય કે શું ગુજરાતમાં મહિલાઓ સલામત છે?












Click it and Unblock the Notifications
