For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નારાયણ સાંઇના આગોતરા જામીનની અરજી ખારીજ

|
Google Oneindia Gujarati News

narayan-sai
સુરત, 21 નવેમ્બરઃ સુરત જિલ્લા કોર્ટના અતિરિક્ત સત્ર ન્યાયધીશ પીપી શાહે ગુરુવારે યૌન શોષણ મામલે ફરાર નારાયણ સાંઇના આગોતરા જામીનની અરજીને ખારીજ કરી દીધી છે. ન્યાયલયે ગુરુવારે આપેલા આદેશમાં કહ્યું છે કે, નારાયણ સાંઇ પર લાગેલા આરોપ અત્યંત ગંભીર છે અને મામલાની તપાસ પ્રારંભિક સ્તર પર છે. તેવામાં આરોપી બહાર રહીને તપાસ તથા સાક્ષ્યોને પ્રભાવિત કરી શકે છે.

નોંધનીય છે કે, ગત 6 ઓક્ટોબરે સુરતના જહાંગીરપુરા મથકમાં નારાયણ વિરુદ્ધ યૌન શોષણનો મામલો નોંધાયો હતો. મામલો નોંધાયા બાદ ફરાર નારાયણે પોતાના વકીલ કલ્પેશ દેસાઇ મારફત 11 ઓક્ટોબરે અદલાતમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેના પર એક મહિના કરતા પણ લાંબા સમય બાદ સુનાવણી કર્યા બાદ ન્યાયાલયે ગુરુવારે નિર્ણય કર્યો છે.

English summary
A sessions court here on Thursday rejected the anticipatory bail application of Narayan Sai in connection with the sexual assault case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X