• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિધવા ભાભીને લગ્નનું વચન આપી દેવર આવું કામ કરતો રહ્યો, ગર્ભવતી થતાં જ...

|

સુરતઃ સુરતમાં ભાઈના મોત બાદ ભાભીને લગ્નનું વનચ આપી સગો દેવર યૌન શોષણ કરતો હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે ભાભી ગર્ભવતી થતાં જ દેવર તેને છોડીને ફરાર થઈ ગયો. પીડિતાએ દેવર પર રેપનો આરોપ લગાવતા પોલીસની મદદ માંગી છે. મહિલાને મેડિકલ તપાસ માટે મોકલી આપવામાં આવી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

3 વર્ષ પહેલા થાં હતાં લગ્ન, બીમારીને કારણે પતિનું મોત

3 વર્ષ પહેલા થાં હતાં લગ્ન, બીમારીને કારણે પતિનું મોત

મામલો શહેરના પાંડેસરા વિસ્તારનો છે. પોલીસ મુજબ મધ્ય પ્રદેશની રહેવાસી યુવતીના 3 વર્ષ પહેલા લગ્ન થયાં હતાં. 30 જાન્યઆરી 2019ના રોજ બીમારીને પગલે તેના પતિનું મોત થયું હતું. જેના થોડા દિવસ બાદ સાસ-સસુરની ગેરસમજૂતીમાં તેનો દેવર જય પ્રકાશ ઘરે આવ્યો અને તેના દીકરા સામે જબરદસ્તી કરવા લાગ્યો. જો કે મહિલાએ ચીસો પાડતાં આરોપી ત્યાંથી ભાગી ગયો હતો.

લગ્નની લાલચ આપી સંબંધ બનાવ્યા

લગ્નની લાલચ આપી સંબંધ બનાવ્યા

થોડા દિવસો બાદ જય પ્રકાશ ફરી ઘરે પહોંચ્યો અને પોતાની ભાભીને લગ્નની લાલચ આપી તેની સાથે સંબંધ બાંધતો થઈ ગયો. જે બાદ સતત પોતાની ભાભીનો રેપ કરવા લાગ્યો. કેટલાક મહિના બાદ મહિલાને પેટમાં દુખાવો થયો. તપાસ કરાવવા પર તે ગર્ભવતી હોવાનું સામે આવ્યું. મહિલાએ લગ્નનું દબાણ બનાવતાં જય પ્રકાશ તેને છોડીને જ ત્યાંથી ભાગી ગયો.

3 મહિનાની ગર્ભવતી છે મહિલા

3 મહિનાની ગર્ભવતી છે મહિલા

પીડિતાએ આ વિશે પોતાના સાસુને વાત કહી તો તેઓ ચૂપ તો રહ્યાં જ સાથે જ મહિલાને ઘરની બહાર જવા પર રોક લગાવી દીધી. પીડિતાએ ફોન કરી પોતાના પિયરમાં ઘટનાની જાણકારી આપી. જે બાદ પીડિતાના ઘરવાળા સાસરિયે પહોંચ્યા અને પોલીસમાં ફરિયાદ નોંધાવી. હાલ પીડિતાને 3 માસનો ગર્ભ હોવાની જાણકારી મળી છે.

જામનગરઃ સૌથી યુવા IPSએ આજે ASPનો પદભાર સંભાળ્યો, સફળતાની કહાની જણાવી

English summary
Surat: dever raped bhabhi after brother death
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X