Video: સુરત આગઃ આગમાં ઘેરાયેલા બાળકોને બચાવવા જીવ જોખમમાં મૂક્યો આ યુવકે
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ સૂઝબુઝ બતાવીને અમુક છાત્રોનો જીવ બચાવતો દેખાઈ રહ્યો છે.
ગુજરાતના સુરતમાં શુક્રવારે એક દર્દનાક ઘટના બની ગઈ. શહેરની મધ્યમાં આવેલા વિસ્તારના તક્ષશિલા કૉમ્પ્લેક્સમાં આગ લાગી ગઈ અને આ બિલ્ડિંગમાં ચાલતા કોચિંગ સેન્ટરમાં ઘણી વિદ્યાર્થીઓ ફસાઈ ગયા. અમુક જ કલાકોમાં આગે 4 માળની બિલ્ડીંગને પોતાના લપેટામાં લઈ લીધી. આખી બિલ્ડીગં ધૂમાડાથી ભરાઈ ગઈ, ચારે તરફ બૂમાબૂમ અને ચીસાચીસ થઈ ગઈ. આગથી બચાવવા માટે લોકોએ છલાંગ મારવાની શરૂ કરી દીધી. આ દૂર્ઘટનાના હ્રદયદ્રાવક ફોટા સામે આવી રહ્યા છે. વળી, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ સૂઝબુઝ બતાવીને અમુક છાત્રોનો જીવ બચાવતો દેખાઈ રહ્યો છે.

બહાદૂરી બતાવીને છાત્રોનો બચાવ્યો જીવ
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે આગ લાગ્યા બાદ બાળકો ઉપરથી કૂદી રહ્યા છે. એ જ સમયે એક વ્યક્તિ દિવાલના ટેકે ઉભો થઈને તેમની મદદ કરે છે. આ દરમિયાન ઉપરથી અમુક વિદ્યાર્થીઓ નીચે ઉતરવાની કોશિશ કરે છે. આ વ્યક્તિ તેમનો હાથ પકડે દિવાલના ટેકે ઉભા કરે છે. આ રીતે આ વ્યક્તિએ ઘણા વ્યક્તિઓના જીવ બચાવ્યા.
|
કોચિંગ ક્લાસના બાળકો જીવ બચાવવા ચોથી માળેથી કૂદવા લાગ્યા
બિલ્ડીંગમાં ચાલી રહેલ કોચિંગ ક્લાસના બાળકો જીવ બચાવવા માટે ચોથી માળેથી કૂદવા લાગ્યા. જીવ બચાવવા માટે તેમની પાસે કોઈ રસ્તો નથી. વાસ્તવમાં બિલ્ડીંગના ઉપરના ભાગમાં ધૂમાડો ચારે તરફ ભરાઈ ગયો હતો. અમુક વિદ્યાર્થીઓ બાજુમાં ઉભા હતા અને લોકોથી બચાવવા માટે ચીસો પાડી રહ્યા હતા પરંતુ જેમ આગની જ્વાળાઓ વધવા લાગી, જીવ બચાવવા માટે તે ચોથા માળેથી કૂદવા લાગ્યા. આ દર્દનાક દૂર્ઘટનામાં 20 લોકોના મોત થઈ ગયા.

આ દૂર્ઘટનામાં અત્યાર સુધી 20 લોકોના મોત
સુરતના સલથાના વિસ્તારમાં એક બિલ્ડીંગના ચોથા માળે અચાનક ભીષણ આગ ભડકી ઉઠી. આ માળે કોચિંગ સેન્ટર ચાલે છે. દૂર્ઘટનામાં એક શિક્ષક સહિત 20 લોકોના મોતના સમાચાર છે. વળી, દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારને પીડિત પરિવારની દરેક સંભવ મદદ કરવા માટે કહ્યુ. વળી, ગુજરાત સરકારે પણ પીડિત પરિવારોને 4 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે.












Click it and Unblock the Notifications
