સુરતમાં મકાન ધરાશાયી થતા એક વ્યક્તિ ઘાયલ
સુરત શહેરમાં ફરી એક વાર મકાન ધારાશયની ઘટના સામે આવી છે. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.
સુરત શહેરમાં આવેલા સલાબતપુરાના રેશમવાડમાં ત્રણ માળનું જુનું મકાન ગુરૂવારે વહેલી સવારે ધારાશાયી થઇ ગયું હતું. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી થઇ. કાટમાળ નીચે એક વ્યક્તિ દબાઈ જતા તેને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને રેસ્કયુની કામગીરી હાથ ધરી હતી.

તસવીર પ્રતિકાત્મક છે.
સુરત શહેરમાં 200થી વધારે જુના મકાન છે, ગમે ત્યારે ધારાશયી થઇ શકે છે. તંત્રએ જર્જરિત મકાન માલિકોને નોટીસ પાઠવી હાથ ઉંચા કરી દીધા છે. આજે રેશમવાડમાં ધારાશાયી થયેલું મકાન લગભગ 80-100 વર્ષ જૂનું હતું, તેવી સૂત્ર પાસેથી માહિતી મળી રહી છે.
આ મકાનમાં મિસ્ત્રી પરિવારના ચાર ભાઈઓના પરિવારજનો રહેતા હતા. ગ્રાઉન્ડ સાથેના ત્રણ માળના આ મકાનના પાછળના ભાગના બે માળ આજે વહેલી સવારે ધારાશયી થયા હતા. જેમાં ગુલામ મુસ્તુફા મિસ્ત્રી નામના વ્યક્તિને ઇજા થઇ હતી. ઘટના વહેલી સવારે બની હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. હાલ ધરાશાયી ઇમારતને ઉતારી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે.
{promotion-urls}












Click it and Unblock the Notifications
