સુરત અને વડોદરાથી પકડાઇ મોટી સંખ્યામાં જૂની નોટો
સુરત અને વડોદરામાંથી પોલીસે પકડી જૂની નોટો. સુરતથી પકડાઇ 29 લાખની જૂની નોટો તો વડોદરાથી પકડાઇ 10 લાખની જૂની નોટો.
શુક્રવારે સુરત અને વડોદરામાં પોલીસ દ્વારા સરકાર દ્વારા બંધ કરવામાં આવેલી જૂની 500 અને 1000 રૂપિયાની નોટો મોટી સંખ્યામાં પકડાઇ હતી. સુરતના અડાજણ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે એક વ્યક્તિને પકડ્યો હતો. આ વેપારી જ્યારે પોતાની ઇકો ગાડીમાં અડજણથી આવી રહ્યો હતો ત્યારે પોલીસે રોકી તપાસ કરતા ગાડીમાંથી 500 અને 1000ની જૂની 29 લાખ 77 હજાર 500 નોટો મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં આ વેપારી કોઇ વ્યક્તિ જોડે આ જૂની નોટો એક્સચેન્જ કરવા જઇ રહ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા આયકર વિભાગને જાણ કરવામાં આવી હતી.

તો બીજી તરફ વડોદરામાં જિલ્લા LCB પોલીસે કપુરાઈ ચોકડી પાસેથી નડિયાદ પાસિંગની એક ગાડીમાંથી જૂની 500 રૂપિયાની 10 લાખ નોટો સાથે બે આરોપીને ઝડપ્યા હતા. પોલીસ તપાસમાં આરોપીએ તેમના નામ સંજય ગોહિલ અને દિલીપ કણેજા જણાવ્યા હતા. જેમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે નોટબંધીના આટલા લાંબા ગાળા પછી પણ મોટી સંખ્યામાં જૂની નોટો અને કાણું નાણું મળવાનું બંધ નથી થયું.













Click it and Unblock the Notifications
