સુરેન્દ્રનગર: વઢવાણ GIDC વિસ્તારમાં રોડ-રસ્તાની બદતર હાલત
Surendranagar: સુરેન્દ્રનગરના વઢવાણમાં જીઆઈડીસી વિસ્તારમાં રોડ-રસ્તાની હાલત બિસ્માર છે. જે કારણે સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ સંગઠન મંત્રી, સૌરાષ્ટ્ર ઈસ્ટ ઝોન અમૃત મકવાણાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરના વઢવાણમાં જીઆઈડીસી વિસ્તારમાં મુખ્ય રોડ-રસ્તાની હાલત તદ્દન બિસ્માર છે, સોસાયટીઓમાં અંદરના રસ્તાઓ એકદમ ભંગાર છે, ગટરલાઈનના ઠેકાણા નથી, પૂરતી સ્ટીટ લાઈટો નથી, કેટલાક વિસ્તારમાં પાણી નથી આવતું, જ્યાં પાણી આવે છે, ત્યાં શરૂઆતની પંદર મિનિટ ગંદુ અને ગટર વાળુ ગંદુ પાણી આવે છે.

અમૃત મકવાણાએ જણાવ્યું હતું કે, આ સાથે ઘણા વિસ્તારોમાં સાફ સફાઈ ક્યારેય થતી નથી. ચૂંટાયેલા નગરસેવકો બધા જ ભાજપના છે, જંગી બહુમતીથી ચૂંટાયા છે, પણ એમને જનતાની કોઈ પરવા નથી અથવા વહીવટમાં એમનું કાંઈ ઉપજતું ન હોય.
અમૃત મકવાણાએ જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે પણ રજૂઆત કરીએ તો એક જ પીપોડી વગાડે છે કે રસ્તાઓની વહીવટી અને તાંત્રિક મજૂરી મળી ગઈ છે, પણ કશું જ નક્કર,પરિણામલક્ષી થતું નથી. આ વિસ્તારમાં માલધારી અને અનુસૂચિત જાતિના લોકો વસવાટ કરે છે, એટલે આ લોકોને કોઈ સારી સુવિધાઓની શું જરૂર છે, એવી ભાજપની કદાચ માનસિકતા હશે એમની વિકાસની વ્યાખ્યામાં કદાચ આ સમુદાયો નહી હોય,એમ માનતા હશે કે ભલે ગંદવાડામાં પડ્યા રહે.

અત્રે નોંધનીય છે કે, આ ફોટાઓ જીઆઈડીસી વઢવાણ વિસ્તારના વિસ્તારના છે, જે જોઈ ભાજપના કોઈ લોકસેવકને સંવેદના જાગે તો રૂબરૂ મુલાકાત લઈ શકે છે. વિકાસના વરવા રૂપના દર્શન થશે.













Click it and Unblock the Notifications
