Surendranagar Breaking: દેવી કૃપા કારખાનામાં લાગી વિકરાળ આગ, લાખો રૂપિયાનો માલ બળીને થયો ખાખ
સુરેન્દ્રનગર GIDCમાં 15 વર્ષ જૂના કારખાનામાં વિકરાળ આગ લાગી હોવાની ઘટના બની છે. આગને કારણે કારખાનામાં રહેલ માલ સહિતની વસ્તુઓ બળીને ખાખ થઇ ગઈ છે. આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

નોંધનીય છે કે આગ સુરેન્દ્રનગર GIDCમાં આવેલ 15 વર્ષ જૂનાં દેવી કૃપા નામના વોશ પાઈપના કારખાનામાં લાગી હતી. આ કારખાનાના માલિક અમિતભાઈ કલાભાઈ વાઘેલા છે જેમણે વનઈન્ડિયા ગુજરાતીને આગ બન્યાની ઘટના વિશે માહિતી આપી હતી.
કારખાનાના માલિક અમિતભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આ અકસ્માતમાં 50 લાખના શેડ અને 50 માલ બળીને ખાખ થઈ ગયો છે. કુલ અંદાજે એક કરોડ નું નુકશાન થયું હોવાનું અંદાજ છે.
સુરેન્દ્રનગર GIDCમાં 15 વર્ષ જુના કારખાનામાં લાગી આગ, 1 કરોડનો માલ બળીને ખાખ pic.twitter.com/WOUzeFtLjn
— Hardev Rathod (@hardevrr) October 11, 2023
સુરેન્દ્રનગર સબ ફાયર ઓફિસર દેવનગભાઈ દુધરેજીયા એ જણાવ્યું હતું કે, સાંજે પાંચ કાલેકે કોલ મળ્યો હતો કે, વોશ પાઇપ અને સ્ક્રેબના કારખાનામાં આગ લાગવાની ઘટના બની છે, જે બાદ તત્કાલોક 6 ફાયર ટેન્ડર ઘટના સ્થળે આગ પાર કાબુ મેળવવા માં લાગેલી છે. 1 જેસીબી અને 6 ફાયર ફાઇટરની ગાડીએ 6 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે.












Click it and Unblock the Notifications
