સુરેન્દ્રનગરમાં સેક્સ રેકેટનો પર્દાફાશ

Subscribe to Oneindia News

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ટીંબા ગામ પાસે બહારથી યુવતીઓને બોલાવી સેક્સ રેકેટને વઢવાણ પોલીસે ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસ વડાની બાતમી મળી હતી. અને તેમની સુચના હેઠળ એ.એસ.પી.એ પોલીસની ટીમ સાથે ટીંબા ગામ નજીક ખેતરમાં ઓરડી બનાવી ચાલતા સેક્સ રેકેટ પર રેડ પાડી હતી. પોલીસે ટીંબા ગામ રહેવાસી દલાલ બહારથી યુવતીઓને બોલાવી સેક્સ રેકેટ ચલાવતો હતો. પોલીસે યુવતી સહિત ૩ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

sex racket

વઢવાણ પોલીસે ટીંબા-કારીયાણી ગામ પાસે ખેતરમાં ઓરડી બનાવી લાંબા સમયથી ચાલતા દેહ વેપારના રેકેટને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ બામણબોર-બગોદરા હાઈવે ઉપર રાતના સમય ખાનગી વાહનોમા બહારથી યુવતીઓને બોલાવી દલાલો મારફત હાઈવે નજીક સ્થળ નક્કી કરી દેહ વેપારનો ધંધો ચલાવતા પોલીસે ઝડપી પાડ્યા છે.

Read also :લગ્ન પ્રસંગમાં જમણવાર ૮૦ જેટલા લોકો ફૂડ પોઈઝનીંગની અસર

પોલીસની ટીમ ટીંબા ગામની સીમમાં આવેલ ખેતરની ઓરડીમાં પોલીસની ટીમે રેડ પાડી હતી. પોલીસની રેડ પાડતા આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે યુવતી સહીત 4 લોકોની ધરપકડ કરી હતી. પોલીસ ટીમે બહારની યુવતી, દલાલ દિનેશ ઉર્ફે દિનો જગાભાઈ જીતીયા, ગ્રાહક ઘનશ્યામ મોહનભાઈ ગોવિંદીયા અને રામજી ભીખાભાઈ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથધરી હતી.

English summary
Surendranagar: Prostitution racket busted in Timba village.Read here more.
Please Wait while comments are loading...