સુષમા સ્વરાજે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી સમારોહની તૈયારીની કર્યું નિરિક્ષણ
અમદાવાદ, 2 જાન્યુઆરી: કેન્દ્રિય વિદેશ મંત્રી સુષમા સ્વરાજ તથા રાજ્ય મંત્રી વી.કે. સિંહ ગુરૂવારે અમદાવાદ સ્થિત કાંકરિયા તથા સાબરમતી રિવરફ્રંટમાં તૈયારી વ્યવસ્થાનું અવલોકન કર્યું. ત્યારબાદ ગાંધીનગરમાં મહાત્મા મંદિર, પંડિત દિન દયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી તથા અન્ય સ્થળોની તૈયારીઓની વ્યવસ્થાની સમીક્ષા કરી.

અમદાવાદ તથા ગાંધીનગરમાં સાતથી 13 જાન્યુઆરી દરમિયાન પ્રવાસી ભારતીય દિવસ (પીબીડી) તથા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના વિભિન્ન કાયક્રમ આયોજિત કરવામાં આવાશે. તેમાં આઠ જાન્યુઆરીના રોજ મહાત્મા મંદિર ગાંધીનગરમાં પ્રવાસી ભારતીય દિવસના ઉદઘાટન સમારોહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સાંજે અમદાવાદ સ્થિત કાંકરિયા લેકમાં નવરંગ ભારત સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે.

આ દરમિયાન વડાપ્રધાનની સાથે દેશ વિદેશની જાણીતી હસ્તિઓ રાત્રિભોજનમાં પણ ભાગ લેશે. આ પ્રકારે નવ જાન્યુઆરીના રોજ સવારે ગાંધીનગરમાં ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારી દ્વારા પ્રવાસી દિવસ સમારોહનું સમાપાન કર્યા બાદ તેમના સન્માનમાં અમદાવાદ સ્થિત સાબરમતી રિવરફ્રંડ પર રાત્રિભોજનની વ્યવસ્થા નિર્ધારિત છે.

જ્યાં મહાત્મા ગાંધીના જીવન ચરિત્ર પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજિત થશે. તેની તૈયારી વ્યવસ્થા પર દેખરેખ માટે કેન્દ્રિય રાજ્ય મંત્રી વી.કે.સિંહ બે દિવસથી ગુજરાતમાં ધામા નાખ્યા છે. કેન્દ્રિય મંત્રી સુષમા સ્વરાજ પણ ગુરૂવારે સાંજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ સૌથી પહેલાં રિવરફ્રંટ તથા કાંકરિયાની તૈયારી વ્યવસ્થાનું અવલોકન કરી અધિકારીઓને મહેમાનોની બેઠક વ્યવસ્થામાં સુધારો કરવાની સલાહ આપી. ત્યારબાદ ગાંધીનગર રવાના થઇ ગઇ.

કહેવામાં આવે છે કે સુષમા સ્વરાજ તથા વી.કે.સિંહ શુક્રવારે સવારે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ મુખ્યાલય કમલમમાં અમદાવાદ, ગાંધીનગર મહાનગરપાલિકા તથા બંને શહેરોના શહેરી વિકાસ ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક કરીને તૈયારી વ્યવસ્થાને લઇને માર્ગદર્શન કરશે. આ અવસર પર આનંદીબેન પટેલ પણ હાજર રહેશે.













Click it and Unblock the Notifications
