સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનો ભગવાન શિવને લઇને વિવાદાસ્પદ નિવેદન

સ્વામી સંપ્રદાય વિવાદો માટે જાણીતો છે અનેક પ્રકારના વિવાદો સામે આવતા હોય છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. સોખડા હરિધામના પ્રબોધસ્વામીની શિષ્ય આનંદસાગર સ્વામી ભગવાન શીવ અંગે વિવાદાસ્પદ નિવેદન કરતા તેમની સામે રાજકોટમા

સ્વામી સંપ્રદાય વિવાદો માટે જાણીતો છે અનેક પ્રકારના વિવાદો સામે આવતા હોય છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. સોખડા હરિધામના પ્રબોધસ્વામીની શિષ્ય આનંદસાગર સ્વામી ભગવાન શીવ અંગે વિવાદાસ્પદ નિવેદન કરતા તેમની સામે રાજકોટમાં પોલીસ ફરિયાદ નોધામાં આવી હતી. આ વીડિયો 'અક્ષરયાત્રા' એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ રાજકોટમાં આનંદ સ્વામી સામે રોષનો માહોલ ફેલાયો છે. સનાતન ધર્મ પર વિવાદીત ટિપ્પણીને લઈ લોકોમાં રોષ છે.

swaminataran

વાઇરલ વિડોયોમાં સ્વામી દ્વારા નિવેદન આપવામા આવી રહ્યા છે કે આત્મીય વિદ્યાધામની ધરતી પર એક યુવા રહે છે, તેનું નામ નિશિથ છે. આ યુવાન જ્યારથી આ ધામ પર રહેવા આવ્યો છે ત્યારથી જ પ્રબોધ સ્વામીએ તેને અઢળક( અકલ્પનીય) દર્શન આપ્યા છે. આનંદ સાગરે વધુમાં જણાવ્યું કે થોડાક દિવસ પહેલાજ એ યુવાનને દર્શન આપ્યા હતા. ધામની ધરતી પર પ્રબોધ સ્વામી રૂમમાં હતા અને તેમણે તે યુવાનને બોલાવ્યો અને કહ્યું કે જાઓ AVDના મુખ્ય દરવાજા પાસે જાઓ, અન્ય કોઈ આજ્ઞા હતી નહી, આ આજ્ઞાનું પાલન કરતા યુવાન ત્યાં ગયો અને દરવાજાની બહાર શિવજી ઉભા હતા. તેણે આગળ જણાવ્યું કે આપણે ફિલ્મોમાં જોઈએ છે ને એવીજી રીતે શિવજી જટાવાળા, નાગ પહેરેલા, રૃદ્રાક્ષની માળા પહેરેલી, ત્રિશુલ હાથમાં એમ તમામ પ્રોપર્ટી સાથે વ્યવસ્થિત ઉભા હતા.

ત્યાર બાદ યુવાને પ્રાથના કરી હતી કે તમે અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો જેથી કરીને આપને પ્રબોધસ્વામીજીના દર્શન થઈ જશે. આ સાંભળીને શિવજીએ કહ્યું કે પ્રબોધ સ્વામીના દર્શન મને થાય તેવા હજી મારા પુણ્ય જાગૃત થયા નથી. પણ મને તમારા દર્શન થઈ ગયા તે મારા માટે અહોભાગ્ય છે, આટલું વાક્ય પૂર્ણ કરીને શિવજીએ યુવા (નિશિથ)ના ચરણ સ્પર્શ કરીને ત્યાંથી જતા રહ્યા હતા.

સ્વામીનારાણય સંપ્રદાયના સ્વામી સામે પોલીસ ફરિયાદ થયા બાદ અને વિવદ વગરતા આનંદસાગર સ્વામીએ ભૂલ સ્વીકારીને માફી માંગી હતી, તેમણે જણાવ્યું કે પ્રબોધ સ્વામીએ સખ્ત અને કઠોર શબ્દોમાં સૂચન કર્યું છે, મને સજા રૂપે સાત દિવસના ઉપવાસ કરવાનું કીધું છે. મારા શબ્દો અને વાણીથી શિવભકતોની લાગણી દુભાઈ છે, તેથી હું સનાતન ધર્મના સમર્થકો, શિવભક્તોની અંતકરણથી હૃદયના સાચા ભાવથી માફી માંગુ છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X