મોદીએ કર્યું મંત્રીમંડળનું વિસ્તરણ, સોગંધવિધિ જુઓ વીડિયોમાં

ગાંધીનગર, 1 નવેમ્બર: ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદી આગામી લોકસભા ચૂંટણી 2014 માટે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા ત્યારથી ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા જોરશોર પર હતી. આ ચર્ચાનો આખરે આજે અંત આવ્યો છે. ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ આજે 1 નવેમ્‍બરના શુક્રવારના રોજ ધનતેરસના શુભ દિવસે રાખવામાં આવ્યું છે.

મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં મંત્રી મંડળનું વિસ્‍તરણ કરાયા બાદ રાજયકક્ષાના નવા છ મંત્રીઓની શપથવિધિ યોજાશે. આ અંગેની માહિતી આપતા સરકારના પ્રવક્તા મંત્રી નીતિન પટેલે જાહેર કર્યુ છે કે વિધાનસભાની ચુંટણી પછી પ્રથમ વખત વિસ્‍તરણ થઇ રહયુ છે. જેમાં 6 મંત્રીઓ ઉપરાંત 4થી 5 સંસદીય સચિવની નિયુક્તિ કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચુંટણી બીદ મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ 26 ડિસેમ્‍બર, 2012ના રોજ 8 કેબીનેટ મંત્રીઓ અને 9 રાજ્યકક્ષાના મંત્રીઓ સાથે શપથ લીધા હતા. હાલ મુખ્‍યમંત્રી સહિત મંત્રીમંડળનું સંખ્‍યાબળ 17 સભ્‍યોનું છે. નિયમ મુજબ હજુ વધુ 10 સભ્‍યો ઉમેરી શકાય તેમ છે. જેમાં હાલ મુખ્‍યમંત્રીએ રાજ્યકક્ષાએ નવા છ મંત્રીઓ ઉમેરવાનું નક્કી કર્યુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વર્તમાનમાં કોઇ મંત્રીઓને પડતા મુકાશે નહી. જો રાજ્યકક્ષાના કોઇ મંત્રીને બઢતી આપવાનું નક્કી થાય તો વસુબેન ત્રિવેદી, નાનુભાઇ વાનાણી અને પ્રદિપસિંહ જાડેજાને તક છે. હાલના તમામ મંત્રીઓ પાસે બેથી વધુ ખાતા હોવાથી વિસ્‍તરણ પછી કાર્યભારણ હળવો બનશે. નવા મંત્રીમંડળમાં લોકસભાની ચુંટણીને ધ્‍યાને રાખી જ્ઞાતિ અને ભૌગોલિકનું સંતુલન જાળવવાના પ્રયાસો થશે.

હાલ સરકારમાં નીતિન પટેલ, આનંદીબેન પટેલ, બાબુભાઇ બોખિરીયા, રમણભાઇ વોરા, ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, સૌરભભાઇ પટેલ અને ગણપત વસાવા કેબિનેટ મંત્રી તથા પરસોતમ સોલંકી, પરબતભાઇ પટેલ, વસુબેન ત્રિવેદી, પ્રદિપસિંહ જાડેજા, લીલાધર વાઘેલા, રજનીકાંત પટેલ, ગોવિંદભાઇ પટેલ, નાનુભાઇ વાનાણી અને જયંતિભાઇ કવાડીયા રાજ્યકક્ષાના મંત્રી છે.

narendra modi

નવા મંત્રીઓમાં કોના નામ મોખરે?
નવા મંત્રી મંડળમાં જેતપુરથી ચુટાયેલા જયેશ રાદડિયા, કચ્‍છમાંથી નિમાબેન આચાર્ય, તેમના વિકલ્પરૂપે તારાચંદ છેડા અને વાસણભાઇ આહિરનું નામ છે. જ્યારે ભાવનગર જીલ્લામાંથી કેશુભાઇ નાકરાણી અથવા વિભાવરીબેન દવે, ઉતર ગુજરાતમાંથી દિલીપ ઠાકર, ભરૂચમાંથી દુષ્‍યંત પટેલ અથવા છત્રસિંહ મોરી, પાટણમાંથી રણછોડભાઇ રબારી અને ગાંધીનગરમાંથી શંભુજી ઠાકોરના નામની ચર્ચા છે. સૌરાષ્‍ટ્રમાં સૌથી સિનીયર ગણાતા જુનાગઢના મહેન્‍દ્ર મશરૂને મંત્રી પદ અથવા સંસદીય સચિવ પદ મળી શકે છે. અમદાવાદમાંથી રાકેશ શાહ અથવા ભુષણ ભટ્ટ અને અન્‍ય કેટલાક નામો પણ ચર્ચામાં છે.

નવા મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ જુઓ લાઇવ...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X