For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતભરમાં સ્વાઇનફ્લુએ ફેલાવ્યો મોતનો તાંડવ, જાણો શહેરદીઠ આંકડાઓ

|
Google Oneindia Gujarati News

ગુજરાતભરમાં સ્વાઇનફ્લૂ અને ડેન્ગ્યૂ જેવી બિમારી પાછી હટવાનું નામ જ નથી લઇ રહી. થોડા થોડા સમય દેખા દઇને તે તેની કહેર લોકોના મનમાં બનાવી રાખે છે. ત્યારે ચોમાસા બાદ ફરથી ડેન્ગ્યૂ અને સ્વાઇનફ્લૂ જેવી બિમારીઓએ ગુજરાતભરના અનેક વિસ્તારોમાં ફરી પોતાનું માથું ઊંચુ કર્યું છે.

રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગના અનેક પ્રયાસો બાદ પણ હકીકત તો એ જ છે કે આજે પણ ગુજરાતભરમાં અનેક લોકો સ્વાઇનફ્લુ અને ડેન્ગ્યૂ જેવી બિમારીથી મરી રહ્યા છે. ત્યારે ગુજરતના અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટો શહેરો અને અન્ય નાના શહેરોમાં આ બિમારી કેટલી હદે ફેલાઇ છે અને આંકડાઓ શું કહે છે તે પર વિસ્તૃત માહિતી જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

અમદાવાદ

અમદાવાદ

પાછલા 24 કલાકમાં અમદાવાદમાં ડેન્ગ્યૂ કારણે જ્યાં બે લોકોની મોત થઇ છે અત્યાર સુધીમાં 400થી વધુ ડેન્ગ્યૂના કેસ નોંધાઇ ચૂક્યા છે. વળી રાજ્ય સરકારે રવિવારે ડ્રાય ડે યોજી સફાઇ પણ કરી હતી પણ સ્વાઇનફ્લુ અને ડેન્ગ્યૂ જવાનું નામ જ નથી લેતા

સુરત

સુરત

સુરતમાં સ્વાઇનફ્લુએ હાહાકાર મચાવ્યો છે. સુરતમાં મંગળવારે સ્વાઇનફ્લુના નવા 4 કેસ નોંધાયા હતા. ત્યારે ડેન્ગ્યૂ અને સ્વાઇનફ્લુના દર્દીઓથી અહીંના મોટો ભાગની હોસ્પિટલો ભરાયેલી જોવા મળે છે.

વડોદરા

વડોદરા

વડોદરામાં પણ મંગળવારે સ્વાઇનફ્લુના નવા 2 કેસ નોંધવામાં આવ્યા હતા વળી કાલે ગુજરાતભરમાં સ્વાઇનફ્લુના કુલ 12 નવા કેસો નોંધવામાં આવ્યા છે.

આણંદ

આણંદ

તો વળી ચોમાસા બાદ આણંદમાં પણ સ્વાઇનફ્લુના નવા કેસો નોંધવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ચોમાસા બાદ લગભગ 100 પોઝિટિવ કેસ આવ્યા છે. તથા જાન્યુઆરીથી મે સુધીમાં આ બિમારી માત્ર આણંદમાં જ 17 લોકોનો જીવ લીધો છે.

પહેલા ગરમી અને હવે વરસાદ

પહેલા ગરમી અને હવે વરસાદ

પહેલા ગરમી હોવા છતાં સ્વાઇનફ્લુના કેસ કૂદકે અને ભૂસકે વધી રહ્યા હતા અને હવે વરસાદના કારણે ફરી ડેન્ગ્યૂ અને સ્વાઇનફ્લૂએ તેનો હાહાકાર મચાવ્યો છે.

પાછલા એક મહિનાના ગુજરાતના આંકડા

પાછલા એક મહિનાના ગુજરાતના આંકડા

પાછલા એક મહિનામાં જ ગુજરાતભરમાં સ્વાઇનફ્લુના કુલ 187 કેસો નોંધવામાં આવ્યા છે. જેમાંથી 27 લોકો પ્રાણ સ્વાઇનફ્લુ અત્યાર સુધીમાં લઇ ચૂક્યો છે.

રાજ્ય સરકારના પ્રયાસો

રાજ્ય સરકારના પ્રયાસો

જો કે રાજ્ય સરકાર તરફથી સફાઇ અને જાગરૂતતાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પણ લાગે છે કે રાજ્ય સરકારના કોઇ પણ પ્રયાસો ડેન્ગ્યૂ અને સ્વાઇનફ્લુ જેવી બિમારીઓ પણ સફળ સાબિત નથી થયા.

English summary
Swine Flu and dengue cases are increasing in gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X