ગીર સોમનાથના તાલાલામાં અડધા કલાકમાં બે વખત ભૂકંપના આંચકા, જાણો કેટલી હતી તીવ્રતા

ગીર સોમનાથના તાલાલા પંથકમાં આજે (20 નવેમ્બર 2025) ઉપરાછાપરી બે વખત ધરતી ધ્રૂજી, બપોરે 2.29 કલાકે 2.9ની તીવ્રતા અને ત્યારબાદ 2.53 કલાકે 3.0ની તીવ્રતાનો બીજો આંચકો નોંધાયો, છેલ્લા એક મહિનામાં 5 વખત ભૂકંપ.

Talala Earthquake

Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં આજે બપોરના સમયે ઉપરાછાપરી બે વખત ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ગુજરાતના કચ્છ સહિતના કેટલાક વિસ્તારોમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે, ત્યારે તાલાલામાં છેલ્લા 24 કલાકમાં આ ત્રીજો આંચકો છે.

અડધા કલાકમાં બે આંચકા

આજે બપોરે તાલાલા પંથકમાં નીચે મુજબના બે આંચકા નોંધાયા હતા.

  • પ્રથમ આંચકો: બપોરે 2.29 કલાકે 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો.
  • બીજો આંચકો: ત્યાર બાદ માત્ર 24 મિનિટના અંતરે બપોરે 2.53 કલાકે 3.0ની તીવ્રતાનો બીજો આંચકો નોંધાયો હતો.

ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાછાપરી આંચકાને કારણે ભયભીત થયેલા લોકો તુરંત ઘરની બહાર સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા.

તાલાલામાં સતત આંચકા

તાલાલામાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. અગાઉ 19 નવેમ્બરના રોજ વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી 6 કિલોમીટર દૂર હતું.

છેલ્લા એક મહિનાની સ્થિતિ

રાજ્યમાં 24 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધીમાં કુલ 5 વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.

  • 24 ઓક્ટોબર: રાજકોટના ગોંડલ પાસે 3.6ની તીવ્રતાનો આંચકો.
  • 27 ઓક્ટોબર: બોટાદ પાસે 2.8ની તીવ્રતાનો આંચકો.
  • 01 નવેમ્બર: કચ્છના ધોળાવીરા નજીક 2.5ની તીવ્રતાનો આંચકો.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X