તાપીના વાલોડમાં દીપડી પાંજરે પૂરાઈ, લોકોએ કર્યો હાશકારો

Posted By: Staff
Subscribe to Oneindia News

તાપી જિલ્લાનો વાલોડ તાલુકો હિંસક પ્રાણીઓનું નિવાસ્થાન બની રહ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને આ જિલ્લામાં દીપડાનું પ્રમાણ વધી રહ્યું છે. તાજેતરમાં તાપીના મોરદેવી ગામે મારણ ખાવાની લાલચમાં આશરે 5 વર્ષીય દીપડી પાંજરે પુરવામાં આવી હતી. તાપી જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર વર્ષમાં સરેરાશ બે ડઝન જેટલા દીપડાઓ આ વિસ્તાર માંથી પકડાઈ ચૂક્યા છે અથવા મૃત હાલતમાં મળી આવ્યા છે. તાપી જિલ્લાના સરેરાશ 30 ટકા વિસ્તારોમાં જંગલો આવેલા છે. આ જંગલોમાં વસવાટ કરતા દીપડા છેલ્લા એક દાયકાથી માનવ વસ્તી તરફ પેધા પડ્યા છે.

leopard

જોકે તેનું મુખ્ય કારણ જંગલોમાં ખોરાકની તંગી, માનવ વસ્તીમાં ખાસ કરીને પાલતુ અને રખડતા પ્રાણીઓ સરળતાથી મળી રહેતા દીપડાએ આ વિસ્તારને અપનાવી લીધો હોય તેવું લાગી રહ્યું છે. હાલ શેરડીની કાપણી ચાલતી હોવાને લઈને અહીં અવનાર ખેતરોમાં દીપડા જોવા મળતા હોય છે. જેને લઈને ગ્રામજનો દ્વારા વન વિભાગને આ અંગે જાણ કરી હતી. અને વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવામાં આવ્યું હતું તો બુધવારે રાત્રે ફરી વાલોડના મોરદેવી ગામે માજી સરપંચના ઘર પાસેથી આશરે પાંચ વર્ષીય દીપડી મારણ ખાવાની લાલચે પાંજરે પુરાઈ હતી. વન વિભાગ દ્વારા દીપડીને અંતરિયાળ જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

English summary
Tapi: 5 year old Leopard captured in the cage by forest department. Read more about it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.