તાપીમાં વિધવા પેન્શન મામલે ગેરરીતિ, મહિલાઓએ કર્યો હોબાળો

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં આવેલા વાલોડમાં બે દિવસથી વિધવા બહેનોના પેન્શનના મુદે હોબાળો મચી રહ્યો છે અને બહેનોએ પોસ્ટ ઓફિસ પર ધામા નાંખીને પોતાની સમસ્યાની રજૂઆત કરી હતી તેમજ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તાપીમાં આવેલા વલોડમાં વિધવા બહેનોએ પોસ્ટ ઓફિસમાં વિધવા સહાય પેંશનમાં ગેરરીતિ થયાની ફરિયાદ સાથે હોબાળો મચાવ્યો હતો. આશરે તાપી તથા વાલોડની 35થી 40 વિધવા મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી હતી કે તેમને પેન્શન અનિયમિત રીતે મળે છે ત્યારે આર્થિક રીતે બીજો કોઈ આધાર ન હોવાથી ઘર પરિવારનું ગુજરાતન ચલાવાવમાં મહિલાઓને તકલીફ પડે છે. તેમજ મહિલાઓએ જણાવ્યું હતું કે પેન્શનની યોગ્ય રીતે એન્ટ્રી પણ સ્ટાફ દ્વારા કરવામાં આવતી નથી.

woman

આ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પોસ્ટ માસ્ટર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આથી આજે બહેનોએ રીતસર પોસ્ટ ઓફિસમાં જઇને હલ્લાબોલ જ કર્યું હતું. સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે એક તો અમને નિયમિત પેન્શન નથી ચૂકવાતું અને જો પૂછપરછ માટે જઇએ તો સ્ટાફ દ્વારા તુમાખીભર્યું વર્તન કરવામાં આવે છે. આથી અમને સમસ્યા માટે કોઈ બાબત પૂછી પણ નથી શકતા, આથી પોસ્ટ માસ્ટરને રજૂઆત કરવામાં આવી છે. બહેનોએ મચાવેલા હોબાળા બાદ આ અઠવાડિયામાં બહેનોની સમસ્યા ઉકેલાઈ જશે તેવો વિશ્વાસ પોસ્ટ માસ્ટરે અપાવ્યો હતો.

English summary
Tapi : Widow women protest at government office for their pensions issue. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.