પાક્કા ગુજરાતી અંજલિ ભાભી પ્રશંસકો સાથે ગરબે ધૂમ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લોકપ્રિય તેવા અંજલિ ભાભી એટલે કે નેહા મહેતાએ રવિવારે વડોદરામાં ગરબાની મજા માણી હતી. વડોદરામાં નવ શક્તિના ગરબા મહોત્સવમાં નેહા મહેતા આવ્યા હતા અને પાક્કા ગુજરાતીની જેમ જ ગરબે ધૂમ્યા હતા. તો નેહા મહેતાના પ્રશંસકો એ પણ તેમી સાથે ગરબે ઘૂમવાની તથા સેલ્ફી લેવાની મજા માણી હતી.
અંજલિ ભાભીના ગરબા

નોંધનીય છે કે મૂળ ગુજરાતના તેવા નેહા મહેતા છેલ્લા ઘણા વર્ષોથી હિન્દી ટેલિવિઝન સાથે સંકળાયેલા છે. ભૂતકાળમાં તેઓએ ઘણી ગુજરાતી શ્રેણી પણ કરેલી છે. જોકે તેમની લોકપ્રિયતા તારક મહેતા કા ઉલટી ચશ્માને કારણે આકાશને આંબી છે.
ગોવિંદા

એટલું જ નહીં આ વર્ષે ડાન્સિંગ સ્ટાર ગોવિંદાએ પણ નવરાત્રીમાં ગરબાની મઝા માણી હતી. અને તેના ઠુમકા અને ડાન્સની લોકોને ખુશ કર્યા હતા.
સ્ટારની પાંખી હાજરી

નોંધનીય છે કે આ વર્ષે, દર વર્ષની જેમ સ્ટારની ઓછી જમાવટ જોવા મળી હતી. દર વખતે નવરાત્રીમાં મોટી સંખ્યામાં બોલીવૂડ સ્ટાર્સ હાજરી આપે છે. ત્યારે આ વર્ષે અન્ય વર્ષના બદલે માત્ર થોડાક જ બોલીવૂડ સ્ટાર નવરાત્રીમાં જોવા મળ્યા હતા.
વરસાદ બન્યો કારણ

ત્યારે આયોજકોનું કહેવું છે કે વરસાદે આ વર્ષે તેમના પ્લાન પર પાણી ફેરવી દીધુ હતું. શરૂઆતના દિવસોમાં વરસાદના કારણે તેમણે ભારે નુક્શાન વેઠવું પડ્યું હતું. જેના કારણે આ વર્ષે ઓછા બોલીવૂડ સ્ટાર્સે નવરાત્રી દરમિયાન હાજરી આપી શક્યા હતા.












Click it and Unblock the Notifications
