બિપોરજોય વાવાઝોડાને કારણે TAT(S) પરિક્ષા રદ્દ કરાઈ, ૧૮ જૂને યોજાવાની હતી પરિક્ષા
ગુજરાતના દરિયામાં મંડાઈ રહેલા વાવાઝોડાને કારણે રાજ્યમાં ટેન્શનનો માહોલ છે. ધીરે ધીરે આગળ વધી રહેલુ બિપોરજોય વાવાજોડુ ગુજરાતમાં મોટો વિનાશ વેરી શકે છે તેને લઈને રાજ્ય સરકાર એલર્ટ પર છે. હવે સરકારે 18મીંએ યોજાનારી TAT(S) પરિક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી છે.
શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S) ની મુખ્ય પરીક્ષા આગામી 18 જૂને યોજાવાની હતી. બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આ મુખ્ય પરીક્ષા મોકૂફ રાખીને 25 જૂને યોજવાની જાહેરાત કરાઈ છે.

આ નિર્ણયથી કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓના પરીક્ષાર્થી ઉમેદવારોને વિશેષ રાહત મળશે. સંભવિત વાવાઝોડાની અસરને પરિણામે વાંચન સહિતની તૈયારીઓ ન કરી શકનાર ઉમેદવારોને તૈયારી માટે પૂરતો સમય પણ મળી રહેશે.
અહીં તમને જણાવી દઈએ કે, વાવાઝોડાને કારણે હાલ રાજ્ય સરકાર અને પુરૂ તંત્ર એલર્ટ પર છે. દરિયા કિનારાના ગામડાઓ ખાલી કરીને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
