• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતનું ગૌરવઃ બેંગ્લોરમાં જીત્યા રૂરલ આઇટી ક્વીઝ ટ્રોફી

|
songadh-map
ગાંધીનગર, 12 નવેમ્બરઃ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ગુડ ગવર્નન્સ અને આઇટીને પ્રાધાન્ય આપ્યું છે, ત્યારે રાજ્યના વિદ્યાર્થીઓએ ગુજરાતને રાષ્ટ્રિય સ્તરે ગૌરવ અપાવ્યું છે. બેંગ્લોર ખાતે યોજાયેલી એક રુલર આઇટી ક્વીઝ સ્પર્ધામાં રાષ્ટ્રિય ટ્રોફીને જીતવા માટે વિવિધ રાજ્યોની કુલ છ મિક્સ ટીમો વચ્ચે સ્પર્ધા ચાલી રહી હતી. જેમાં ગુજરાતના સોનગઢના બે વિદ્યાર્થીઓ આ ટ્રોફીને જીતવામાં સફળ રહ્યાં હતા.

સાયન્સ સિટીના વડા નરોત્તમ સાહુએ જણાવ્યું છેકે, ગ્રામ્ય સ્તરે આઇટીનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે સોનગઢના યશ અને કાર્તિકે બેંગ્લોર ખાતે યોજાયેલી નેશનલ રૂરલ આઇટી ક્વીઝ(રાષ્ટ્રિય ગ્રામીણ આઇટી)માં પ્રતિનિધિત્વ કરીને બન્ને રાષ્ટ્રિય ચેમ્પિયન બન્યા છે. તેઓ પ્રત્યેકને એક લાખ રૂપિયાનું ઇનામ એનાયત કરવામાં આવ્યું છે.

સોનગઢની રત્નાશી ઉમારશી રામભૈયા ઇંગ્લિશ હાઇ સ્કૂલના સોફ્ટવેર એન્જીનર્સ કાર્તિક શાહ અને યશ પાસદે કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને છત્તીસગઢની ટીમને આ સ્પર્ધામાં પાછળ છોડી દીધી હતી અને તમામ બાબતો પોતાના પક્ષમાં રહે તે માટે અથાગ મહેનત કરી હતી. આ સ્પર્ધામાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ, જેલી બાઇટ્સ ટેસ્ટિંગ ઓએસ, ટેક સેન્ડવિચ ટેસ્ટેડ સહિતના મુદ્દાઓ પર પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી.

આ સ્પર્ધામાં ક્વીઝમાસ્ટર ગિરી બાલાસુબ્રમણ્યમ દ્વારા દરેક ટીમને પ્રશ્ન અને પાંચ ઓપ્શન આપવામાં આવતા હતા. જેમાં ટીમે ચાર સાચા જવાબો આપવાના હતા. આ સ્પર્ધામાં ગુજરાતે 45 પોઇન્ટ મેળવ્યા હતા, જ્યારે છત્તીસગઢ 36 પોઇન્ટ સાથે રનર્સઅપ રહ્યું હતું. આ ક્વીઝ કોમ્પેટિશન ટીસીએસ અને કર્ણાટક રાજ્યના આઇટીબીટી સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજીત કરવામાં આવ્યા હતા.

English summary
Team from Gujarat bags Rural IT Quiz trophy

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more