ટીમ ગુજરાતનો અભિગમ સ્વચ્છ ‘ભારત’ની નેમમાં રાજ્યને બનાવશે અગ્રેસર
ગાંધીનગર, 19 નવેમ્બરઃ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે દરેક જિલ્લા કલેક્ટરો-જિલ્લા વિકાસ અધિકારીઓ સહિત વરિષ્ઠ સચિવોને રાજ્યનું એક-એક ગામ સ્વચ્છતા-સફાઇ માટે દત્તક લેવાનું આહવાન કર્યું છે.

આનંદીબેન પટેલે પ્રશાસનિક અધિકારીઓ અને સચિવાલય કક્ષાએ નીતિનિર્ધારણની પ્રક્રિયામાં સંકળાયેલા વરિષ્ઠ સચિવો-અધિકારીઓની ‘ટીમ ગુજરાત' દત્તક ગામની આંગળવાડી, શેરી મહોલ્લાને ચોખ્ખા ચણાક અને સુવિધાસભર બનાવવાનું દાયિત્વ નિભાવે તેવો અનુરોધ કર્યો હતો. આ ચોખ્ખાઇ-સ્વચ્છતાને પરિણામે રોગો-માંદગી ઉદ્ભવતી જ અટકી જશે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ આપેલું માર્ગદર્શન
આવી રાજ્ય પરિષદો બેસ્ટ પ્રેક્ટિસીસનું નોલેજ શેરિંગ પ્લેટફોર્મ બને
પ્રજાકીય પ્રશ્નોના નિવારણમાં સંવેદનાસ્પર્શી અભિગમ દાખવીએ
નિર્દોષ દંડાય નહીં-દોષિત નશ્યત થાય તેવી પારદર્શી કાર્યપદ્ધતિ અપનાવીએ
ગતિશીલ ગુજરાત-2ની લક્ષ્યસિદ્ધિ હેઠળ પ્રજા કલ્યાણ કાર્યોને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના સંવાહક બની જિલ્લાતંત્રના કર્મયોગીઓને પ્રેરિત કરવા હૃદયસ્પર્શી અપિલ












Click it and Unblock the Notifications
