ગુજરાત ચૂંટણીઃ જાણો ક્યાં-ક્યાં ખોટવાયા ઇવીએમ

EVM
ગાંધીનગર, 13 ડિસેમ્બરઃ નવસારીના બુથ નં.- 95નું ઇવીએમ ખોટવાતા મતદાતોઓ લાંબી કતારોમાં રાહ જોઇને ઉભા છે. ઇવીએમ ખોટવાતા મંગુભાઇ પટેલને મતદાન કરતા અટકાયા હતા. વ્યવસ્થાપકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને નવું ઇવીએમ બુથ નં.- 95 પર મુકવામાં આવ્યું હતું. બાદમાં ભાજપના મંગુભાઇ પટેલે મતદાન કર્યું હતું. એક જ બુથમાં બે ઇવીએમ ખોટવાયું હોવાની ઘટના બની હતી. સુરતના કતારગામના સીંગણપોરમાં આ ઘટના બની છે.

સુરતના ઉધનાનામાં ઇવીએમ મશીન ખોટાવાયું હતું. ઉધનાના સમિતિ અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં ઇવીએમ ખોટવાયું હતુ. આ ઇવીએમ ટેક્નિશીયનના કારણે ખોટવાયું હોવાનું બહાર આવ્યું છે.

જંબુસરના ટંકારીમાં ઇવીએમ મશીન ખોટવાયું છે. જ્યારેના વલસાડના પારડી અને પાનેરાની બેઠકના ઇવીએમ ખોટવાયા છે. અન્ય બેઠકોની વાત કરીએ તો ધોળકામાં -4, સાંણદમાં 4, ઘંધુકામાં 2, વિરમગામમાં 3 ઇવીએમ ખોટવાયા અને બદલવા પડ્યા છે.

પ્રથમ ચરણમાં કેટલાય દિગ્ગજોની કિસ્મત દાવ પર લાગેલી છે. નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી કેશુભાઇ પટેલ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા, વિધાનસભામાં વિપક્ષ નેતા શક્તિસિંહ ગોહિલ અને નરેન્દ્ર મોદીના દસ મંત્રીઓનો જનતા હિસાબ માંગશે. નાણાં મંત્રી વજુભાઇવાળા, કાયદા-કૃષિ મંત્રી દિલીપ સંઘાણી, મત્સ ઉદ્યોગ મંત્રી પુરૂષોત્તમ સોલંકી, વન મંત્રી મંગૂભાઇ પટેલની કિસ્મત આજે ઇમીએમમાં બંધ થઇ જશે.

પ્રથમ ચરણમાં 87 સીટો માટે યોજાનારી ચુંટણીમાં ભાજપે 87, કોંગ્રેસે 84, ગુજરાત પરિવર્તન પાર્ટીએ 83 એમ કુલ 846 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. અન્ય સ્વતંત્ર પક્ષના ઉમેદવારો પણ ચુંટણી લડી રહ્યાં છે. ભાજપ-કોંગ્રેસ બંને પ્રથમ ચરણમાં ધમાકેદાર જીતના દાવા કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X