મોકડ્રીલમાં આતંકવાદી બનેલા યુવકે પહેરી નમાજની ટોપી, સર્જાયો વિવાદ
સુરત, 1 જાન્યુઆરી: આતંકવાદી ઘટનાઓનો સામનો કરવા માટે દરેક શહેર અને રાજ્યની પોલીસ મોટાભાગે મોકડ્રીલ કરતી હોય છે. દેશમાં વધતી જતી આતંકવાદી ઘટનાઓને જોતાં આ જરૂરી પણ છે, પરંતુ આતંકવાદને કોઇ ધર્મ સાથે જોડવો હલકી વિચારસણી દર્શાવે છે. આ હલકી વિચારસણીનો પરિચય ગુજરાતના સુરત અને નર્મદાનો મોકડ્રીલ દરમિયાન અહીંની પોલીસે આપ્યો.
જો કે અહીં મોકડ્રીલમાં આતંકવાદીઓની ભૂમિકા ભજવનારાઓ મુસ્લિમ દર્શાવવામાં આવ્યા હતા. તેમને મુસ્લિમ ટોપી પહેરાવવામાં આવી અને ઇસ્લામ જિંદાબાદ, કાશ્મીરને લઇને જંપીશું, નર્મદા લઇને રહીશું નારા લગાવવામાં આવ્યા. આ પ્રકારની હરકતથી સ્પષ્ટ થઇ ગયું કે સુરત પોલીસ અને નર્મદા પોલીસ મુસ્લિમોને કયા દ્રષ્ટિકોણ જુએ છે.
મોકડ્રીલમાં આતંકવાદીઓને મુસ્લિમ દર્શાવવામાં આવતાં ધાર્મિક સંગઠનો ક્રોધિત થઇ ઉઠ્યા અને વિપક્ષી દળ કોંગ્રેસે સરકાર પાસે જવાબ માંગ્યો છે. એસપીએ પણ ભૂલ સ્વિકારી છે અને કહ્યું કે દોષીઓને સજા ફટકારવામાં આવશે. સવાલ એ છે કે ગુજરાત પોલીસ પણ એમ માને છે કે મુસ્લિમ જ આતંકવાદી હોય છે, જો નહી તો પછી આતંકવાદીને મુસ્લિમ જ કેમ દર્શાવાયા અને કેમ ઇસ્લામ જિંદાબાદના નારા લગાવાયા છે.

એવું પણ નથી કે પોલીસે ફક્ત એકવાર જ કર્યું હોય. નર્મદા જિલ્લાની પોલીસને મોકડ્રીલમાં જે પ્રકાર ઇસ્લામને આતંકવાદ સાથે જોડ્યો તે પ્રકારે સુરત પોલીસે પણ ધર્મને આતંકવાદ સાથે જોડી દિધો. નર્મદામાં ઇસ્લામ જિંદાબાદના નારા લગાવાયા હતા અને સુરતમાં પોલીસવાળાઓના માથા પર ઇસ્લામી ટોપી હતી.
જો કે સુરત પોલીસે ભૂલ સ્વિકારી લીધી છે. કેસની તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે, પરંતુ સવાલ એ છે કે શું નાના પોલીસ ઓફિસરોની ભૂલ હતી કે આ પછી મોટા ઓફિસરોની જવાબદારી પણ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ કહી રહ્યાં છે કે આ હરકત જૂનિયર પોલીસવાળાઓની છે, તેમનું આની સાથે કોઇ લેવાદેવા નથી. બની શકે કે કેટલાક જૂનિયર ઓફિસરો પર કાર્યવાહી કરવામાં આવે, પરંતુ શું મોટા અધિકારીઓની કોઇ ભૂમિકા બનતી નથી.












Click it and Unblock the Notifications
