ગુજરાતમાં ટેસ્લાના પ્લાન્ટ માટે રોડમેપ તૈયાર: મંત્રી બળવંતસિંહ રાજપૂત
VGGS 2024: રાજ્યના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ઇલોન મસ્કની માલિકીની ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક ટેસ્લા પાસેથી સંભવિત રોકાણ માટે ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ ચાલી રહી છે.
રાજ્યના પાર્ટનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, હું ભારપૂર્વક કહેવા માંગુ છું કે ટેસ્લા પાઇપલાઇનમાં છે.
ટેસ્લાના સીઈઓ એલોન મસ્કએ અગાઉના વર્ષના જૂનમાં સંકેત આપ્યો હતો કે, તેઓ 2024માં ભારતની મુલાકાત લેવાનું આયોજન કરે છે અને એવા અહેવાલો છે કે, તેઓ આગામી 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન મુલાકાત લે તેવી શક્યતા છે.

નોંધનીય છે કે, મસ્કની ચાર દિવસીય યુએસ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મસ્કે પીએમ મોદીનો તેમના સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં કંઈક જાહેરાત કરવાની અપેક્ષાનો ઉલ્લેખ કર્યો છે.












Click it and Unblock the Notifications
