ડીજે વિવાદને લઈને ગેનીબેન આક્રમક, કહ્યું-ગોળી ખાવા તૈયાર
ક્ષત્રિય ઠાકોર સમાજમાં સામાજિક સુધારા માટે અમલી બનેલા નવા 'બંધારણ' અને ડીજે પરના પ્રતિબંધને લઈ હાલ ગુજરાતમાં મોટો વિવાદ સર્જાયો છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વરઘોડાનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં બંધારણનો વિરોધ કરી ઉશ્કેરણીજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ વાયરલ વીડિયોમાં "બંધારણવાળાઓને બંદૂકની ગોળી મારો" જેવા શબ્દો પ્રયોજાતા લોકપ્રિય સાંસદ ગેનીબેન ઠાકોરે આકરા પ્રહાર કર્યા છે.
ગેનીબેને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જો સમાજના ભલા માટે અને સુધારા માટે મારે ગોળી ખાવાની તૈયારી રાખવી પડશે તો હું તૈયાર છું. તેમણે ઉમેર્યું કે આ બંધારણ કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે નથી, જે લોકો ગોળી મારવાની વાત કરે છે તેમનું નામ શહીદોમાં લખાશે.
આ વિવાદિત ઘટના પાટણના ઉંદરા ગામે 3 ફેબ્રુઆરીએ આયોજિત એક ધાર્મિક પ્રસંગ દરમિયાન બની હતી, જ્યાં ઉશ્કેરણીજનક ગીત વગાડવામાં આવ્યું હતું. ખેડા ઠાકોર સેનાના પ્રમુખ ઈશ્વરસિંહ પરમારે આ મામલે કલાકાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરતા મામલો વધુ ગરમાયો હતો.
ચારેબાજુથી વિરોધ વધતા ગીત ગાનાર લોકગાયક સુનિલ ઠાકોરે નમતું જોખ્યું છે અને સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી માફી માંગી છે.
ગાયકે પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું કે, કાર્યક્રમ દરમિયાન અજાણતા આ શબ્દો બોલાઈ ગયા હતા, જેના માટે હું સમગ્ર સમાજની માફી માંગુ છું. ગેનીબેન ઠાકોરે કલાકારોને મર્યાદામાં રહીને ગીતો ગાવાની અને યુવાનોને સોશિયલ મીડિયા પર સંયમિત ભાષા વાપરવાની ખાસ સલાહ આપી છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
