મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાત કરી નવ વર્ષની શુભકામના પાઠવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિક્રમ સંવત ૨૦૭૯ના પ્રારંભ દિને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે સવારે ટેલીફોનીક વાતચીત કરીને નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતાવડાપ્રધાનએ વિક્રમ સંવત ૨૦
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિક્રમ સંવત ૨૦૭૯ના પ્રારંભ દિને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે સવારે ટેલીફોનીક વાતચીત કરીને નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

વડાપ્રધાનએ વિક્રમ સંવત ૨૦૭૯ નું આ નૂતન વર્ષ ગુજરાત અને સૌ ગુજરાતીઓ માટે ઉન્નતિમય,પ્રગતિશીલ અને વિકાસ સહ સમૃદ્ધિદાયક બને તેવી મંગલ કામનાઓ મુખ્યમંત્રી સાથેની શુભેચ્છા વાતચીતમાં પાઠવી હતી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નવા વર્ષની સવારે પંચદેવ મંદિર પહોંચ્યા હતા. સેક્ટર - 22માં આવેલા પંચદેવ મંદિર ખાતે ભગવાનની પૂજા અર્ચના કરીને તેઓએ આશીર્વાદ મેળવ્યા હતા.
મુખ્યમંત્રીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે પણ મુલાકાત કરીને નુનતવર્ષાની શૂભકામના પાઠવી હતી. ત્યાર પોતાના નિવાસસ્થાને મત્રકારો સાથે મુલાકાત કરી હતી.












Click it and Unblock the Notifications
