વડોદરામાં ચૂંટણીમાં અનામત માટે આયોગને ૧૨૦૦થી વધુ રજૂઆતો મળી!

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અન્ય પછાત વર્ગોને અનામત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા રચાયેલા સમર્પિત આયોગે મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓ માટે વડોદરા ખાતે જાહેર સુનાવણી હાથ ધરી હતી.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અન્ય પછાત વર્ગોને અનામત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા રચાયેલા સમર્પિત આયોગે મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓ માટે વડોદરા ખાતે જાહેર સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન આયોગને ૧૨૦૦થી વધુ રજૂઆતો મળી હતી. આયોગ દ્વારા તમામ અરજદારને વ્યક્તિગત રીતે પણ સાંભળવામાં આવ્યા હતા.

samrpit commission

સમર્પિત આયોગના અધ્યક્ષ જસ્ટીસ શ્રી કે. એસ. ઝવેરી ઉપરાંત સભ્યો આઇ. એસ. પટેલ, કે. એસ. પ્રજાપતિ અને વી.બી.ઠાકોર કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભા હોલ ખાતે જાહેર સુનાવણી હાથ ધરી હતી. આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર છોટાઉદેપુર ઉપરાંત વડોદરા જિલ્લા સહિત મહાનગરપાલિકાના વિસ્તારમાંથી રજૂઆતો સ્વીકારવામાં આવી હતી અને રજૂઆતકર્તાઓને સાંભળવામાં પણ આવ્યા હતા.

સમર્પિત આયોગના અધ્યક્ષ જસ્ટીસ શ્રી કે. એસ. ઝવેરી સમક્ષ મધ્ય ગુજરાત સાત જિલ્લાઓના વિવિધ સામાજિક અને રાજકીય સંગઠનો અને સંસ્થાઓ તથા આગેવાનો દ્વારા સામુહિક અને વ્યક્તિગત રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં આ રજૂઆતકર્તાઓએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગર-મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં અન્ય પછાત વર્ગો માટે બેઠક અનામત રાખવા અંગે પોતાના વિચારો, સૂચનોની લેખિત અને મૌખિક રીતે પ્રસ્તુત કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X