રાજ્યના 74 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી બોટાદ ખાતે કરવામાં આવી

બોટાદ ખાતે 74 પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ધ્વજવંદન કરીને પોલીસ પરેડની સલામી જીલી હતી. પોલીસ દ્વારા દિલધડક કરતબો પણ દેખાડવામાં આવ્યા હતા.

74માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે બોટાદ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યકક્ષાની આ ઉજવણીમાં સહભાગી થયા હતા તથા માનનીય રાજ્યપાલ સાથે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

Bhupendra patel

રાષ્ટ્રીય પર્વની ઉજવણીના આ ગૌરવવંતા સમારોહમાં વિવિધ પ્લાટુનના જવાનોએ શિસ્તબદ્ધ પરેડ દ્વારા તિરંગાને સલામી આપી હતી તથા વિવિધ સુરક્ષા દળો દ્વારા અદભૂત કૌવત અને કૌશલ્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ધ્વજવંદન કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પોલીસ પરેડની સલામી જીલી હતી. સમગ્ર રાજ્યમાં 74 માં પ્રજાસત્તાક દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના અલગ અલગ જિલ્લાોમાં મંત્રીઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X