નવા મુખ્યમંત્રી આખુ ગુજરાત ઓળખે તેવા હોવા જોઈએ-નીતિન પટેલ
મળતી માહિતી મુજબ અત્યારસુધી નાયબ મુખ્યમંત્રી રહેલા નીતિન પટેલને મુખ્યમંત્રીનો તાજ આપવામાં આવી શકે છે. આજે સવારથી જ નીતિન પટેલના નિવાસ્થાને સુરક્ષા વધારી દેવામાં આવી છે.
વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી રાજીનામાં બાદ હવે રાજ્યના નવા મુખ્યમંત્રીના નામને લઈને અટકળોનું બજાર ગરમ છે ભાજપના એક પછી એક નેતાઓના નામ સતત મીડિયામાં ચર્ચાઈ રહ્યા છે. આ બધા વચ્ચે હવે જે સમાચાર આવી રહ્યા છે તે અનેક તર્ક વિતર્ક પેદા કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ અત્યારસુધી નાયબ મુખ્યમંત્રી રહેલા નીતિન પટેલને મુખ્યમંત્રીનો તાજ આપવામાં આવી શકે છે. આજે સવારથી જ નીતિન પટેલના નિવાસ્થાને સુરક્ષા વધારી દેવામાં આવી છે. નીતિન પટેલ ગુજરાતના મોટા ગજાના પાટીદાર નેતા છે અને તેમને મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. નીતિન પટેલના નિવાસ્થાને સુરક્ષા વધારાતા હવે ચર્ચા થઈ રહી છે કેે શું નીતિન પટેલ ગુજરાતના આગલા મુખ્યમંત્રી હશે કે કેમ?
અહીં ઉલ્લેખનિય છે કે, નીતિન પટેલ ગુજરાતની રાજનીતિમાં સૌથી અનુભવી અને જમીની નેતાઓમાંથી એક છે. બીજી તરફ નીતિન પટેલ પાટીદાર નેતા છે. આનંદીબેનને ઉતાર્યા બાદ ગુજરાતમાં સતત પાટીદાર મુખ્યમંત્રીની માંગણી થઈ રહી છે ત્યારે હવે નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. આ તમામ સંભાવનાઓ વચ્ચે હાલ તો નીતિન પટેલના નિવાસ સ્થાને સુરક્ષા વધારી દેવામાં આવી છે અને બપોર બાદ યોજાનારી ધારાસભ્યોની બેઠકની રાહ જોવાઈ રહી છે.
આ તમામ ઘટનાઓ વચ્ચે નીતિન પટેલનું નિવેદન સામે આવ્યુ છે. તેમને મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતું કે, નવા મુખ્યમંત્રી એવા હોવા જોઈએ કે જેને આખુ ગુજરાત ઓળખતું હોવુ જોઈએ. તેમનું નામ છે કે કેમ તે અંગે જવાબ આપતા નીતિ પટેલે કહ્યું કે, આ કોઈ રેસ નથી કે આમાં કોઈ ફોર્મ ભરવાનું હોય, નામ નોંધાવવાનું હોય.












Click it and Unblock the Notifications
