For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારી કર્મચારીઓને સોમવતી અમાસ ફળી, મોંઘવારી ભથ્થામાં થયો મોટો વધારો

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સોમવતી અમાસ ફળી છે. કારણે કે, રાજ્ય સરકારે ગુજરાતના સરકારી કર્મચારીઓને આપવામાં આવતા મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થુ 17 ટકાથી વધારીને 28 ટકા કરી દીધું છે.

|
Google Oneindia Gujarati News

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સોમવતી અમાસ ફળી છે. કારણે કે, રાજ્ય સરકારે ગુજરાતના સરકારી કર્મચારીઓને આપવામાં આવતા મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થુ 17 ટકાથી વધારીને 28 ટકા કરી દીધું છે. જે કારણે સરકારી કર્મચારીઓના પગારમાં 11 ટકાનો વધારો થશે. આ મોંઘવારી ભથ્થાનો અમલ ચાલુ માસ એટલે કે, 1 સપ્ટેમ્બર, 2021ના રોજથી થશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના 9 લાખથી વધુ સરકારી કર્મચારીઓને ફાયદો થશે.

DY CM નીતિન પટેલે કરી જાહેરાત

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જાહેરાત કરી હતી. જે બાદ રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ તેમજ પેન્શનધારકોને ફાયદો થશે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું, જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે. સરકારી કર્મચારીઓને જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું એરિયર્સ બે હપ્તે ચૂકવાશે. આ સાથે નીતિન પટેલે જણાવ્યું હતું કે, મોંઘવારી ભથ્થામાં વધારો કરવાથી રાજ્ય સરકાર પર 378 કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડશે.

નીતિન પટેલ

તમારો પગાર કેટલો વધશે

તમારા પગારમાં થયેલો વધારો જાણવા માટે તમારો બેઝિક પગાર ચેક કરવી જરૂર પડશે. આ સાથે પોતાના હાલના DAની તપાસ કરો. હાલ તે 17 ટકા છે, જે મોંઘવારી ભથ્થામાં થયેલા વધારા બાદ 28 ટકા સુધી જશે. તેથી માસિક મોંઘવારી ભથ્થું 11 ટકા વધી જશે. જે કારણે રાજ્ય સરકારના કર્મચારીનું મોંઘવારી ભથ્થું 1 સપ્ટેમ્બર, 2021થી તેમનો મૂળ પગારના 11 ટકા સુધી વધી જશે.

જુલાઇમાં કેન્દ્ર સરકારે જાહેર કર્યો હતો વધારો

કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં જુલાઈ મહિનાની શરૂઆતમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના હાઉસ રેન્ટ અલાઉન્સમાં પણ વધારો કર્યો હતો. જે 1 જુલાઈથી લાગુ કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને કારણે કેન્દ્ર સરકારના લગભગ 48.34 લાખ કર્મચારીઓ અને 65.26 લાખ પેન્શનધારકોને લાભ મળ્યો હતો. કેન્દ્ર સરકારને અનુસરતા હવે રાજ્ય સરકારે પણ મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો. ગુજરાત પહેલા રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ઝારખંડ જેવા રાજ્યમાં રાજ્ય સરકારના કર્મચારીઓને પણ આ વધારો આપવાની જાહેરાત કરી હતી.

English summary
The state government has increased the inflation allowance from 17 per cent to 28 per cent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X