For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

31 જાન્યુઆરી પહેલા રાજ્યને મળશે નવા મુખ્ય સચિવ, રાજકુમાર, એસ.અપર્ણા, મુકેશ પુરી અને વિપુલ મિત્રા રેસમાં

આગામી મુખ્ય સચિવ માટેની રેસમાં રાજકુમાર, એસ.અપર્ણા, મુકેશ પુરી અને વિપુલ મિત્રાના નામ ચર્ચામાં છે. આ નામોમાંથી જ લગભગ કોઈને રાજ્યના મુખ્ય સચિવ બનાવાઈ શકે છે. જો કે આખરે શું નિર્ણય લેવાય છે તે નિમણૂક પછી જ ખબર પડશે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારનો કાર્યકાર્ય પુરો થઈ રહ્યો છે ત્યારે હવે રાજ્યને નવા મુખ્ય સચિવ મળી શકે છે. સામે આવી રહેલી વિગતો અનુસાર હવે પંકજ કુમારને એક્ટેન્શન મળવાની સંભાવના ઓછી છે અને તેઓ નિવૃત થતા ગુજરાતના નવા સચિવની પસંદગી થશે.

Pankaj Kumar

છેલ્લા કેટલાક સમયથી રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારને એક્સટેન્શન આપી ચાલુ રખાશે કે કેમ તે અંગે સતત ચર્ચા ચાલી રહી છે ત્યારે હવે સંભાવનાઓ જોતા તેમને એક્ટેન્શન અપાઈ શકે તેવી સંભાવના ઓછી છે. તેમની જગ્યાએ રાજ્યના નવા મુખ્ય સચિવની પસંદગી માટે સરકારમાં હલચલ પણ ચાલી રહી છે.

સામે આવી રહેલી વિગતો અનુસાર નવા મુખ્ય સચિવની પસંદગી માટે કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ શકે છે. પંકજ કુમારની જગ્યાએ નવા સચિવ તરીકે કોને પસંદ કરવા તેને લઈને સિનિયોરિટીના આધારે નિર્ણય લેવાઈ શકે છે.

હાલની સ્થિતી અને સરકારમાંથી મળતા ઈન્પુટ અનુસાર આગામી મુખ્ય સચિવ માટેની રેસમાં રાજકુમાર, એસ.અપર્ણા, મુકેશ પુરી અને વિપુલ મિત્રાના નામ ચર્ચામાં છે. આ નામોમાંથી જ લગભગ કોઈને રાજ્યના મુખ્ય સચિવ બનાવાઈ શકે છે. જો કે આખરે શું નિર્ણય લેવાય છે તે નિમણૂક પછી જ ખબર પડશે.

સિનિયોરીટીની વાત કરીએ તો હાલ વિપુલ મિત્રા સૌથી સિનિયર અધિકારી છે પરંતુ તેમને મુખ્ય સચિવ બનાવાય તેવી સંભાવના ઓછી છે. તેમની જગ્યાએ અન્ય અધિકારીની મુખ્ય સચિવ તરીકે નિમણૂક થઈ શકે છે.

અહીં તમને જણાવી દઈએ કે ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ પુરો થઈ રહ્યો છે. 31 જાન્યુઆરી સુધીમાં તેમના અનુગામીની નિમણૂક થઈ જશે. અહીં તમને એ પણ જણાવી દઈએ કે, કેબિનેટ નામની પેનલ પંસદ કરીને કેન્દ્ર સરકારને મોકલશે. કેન્દ્ર સરકાર જ અંતિમ નિર્ણય લેશે.

English summary
The state will get a new chief secretary before January 31
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X