Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ટેકનીકલ કારણસર તા. ૨૪ અને ૨૫ એપ્રિલ-૨૦૨૩ દરમિયાન સંપૂર્ણ બંધ રહેશે

રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ગત તા. ૧૧ અને ૨૫ માર્ચ તેમજ ૦૪, ૦૭ અને ૦૮ એપ્રિલ-૨૦૨૩ની જાહેર રજાના દિવસોએ દસ્તાવેજ નોંધણીની કામગીરી માટે કાર્યરત હતી, જેના કારણે ગરવી વેબ એપ્લિકેશનનું ટેકનીકલ મેઇન્ટેનન્સ કરવાનું બાકી હતું.

OFFICE

આગામી તા. ૨૪ અને ૨૫ એપ્રિલ-૨૦૨૩ને સોમવાર અને મંગળવારના રોજ ગરવી વેબ એપ્લિકેશનના ટેકનીકલ મેઇન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી તેમજ અન્ય તમામ કામગીરી તા. ૨૪ અને ૨૫ એપ્રિલ-૨૦૨૩ને સોમવાર અને મંગળવારના રોજ બંધ રહેશે તેમ, નોંધણી સર નિરીક્ષક સુપ્રિ. ઓફ સ્ટેમ્પ્સ, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

અગાઉ જે પક્ષકારોએ તા. ૨૪ અને ૨૫ એપ્રિલ-૨૦૨૩ની એપોઈમેન્ટ લીધી હોય તેઓ તા.૨૬ થી ૨૯ એપ્રિલ-૨૦૨૩ દરમિયાન કોઈપણ દિવસે તેમણે અગાઉ મેળવેલા ટોકન અન્વયે દસ્તાવેજની નોંધણી કરાવી શકશે તેમ વધુમાં જણાવાયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X