For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યમાં ૯૮ જળાશય હાઇ એલર્ટ, ૧૮ જળાશય એલર્ટ અને ૧૪ જળાશય વોર્નીગ ૫ર

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ ૧૦૦.૯૮ ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં ૪૨.૩૫ ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ ૮૬ લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં ૮

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ ૧૦૦.૯૮ ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં ૪૨.૩૫ ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ ૮૬ લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં ૮૨ લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં એટલે કે ૯૫ ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે તેમ રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું હતું.

Bhupendra patel

રાહત કમિશનર હર્ષદ પટેલે રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૬.૭ મીટર સુધી પહોંચી છે એટલે કે ડેમમાં ૯૩.૪૨ ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત રાજયનાં ૨૦૬ જળાશયોમાં ૪,૪૨,૬૨૫ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના ૭૯.૩૦ ટકા જેટલો છે. હાલમાં રાજ્યમાં ૯૮ જળાશય હાઇ એલર્ટ, ૧૮ જળાશય એલર્ટ અને ૧૪ જળાશય વોર્નીગ ૫ર છે.

હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતાં કહ્યું હતું કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ ૫ડવાની સંભાવના છે.

રાજયમાં હાલ અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, દેવભૂમિદ્વારકા, ગીરસોમનાથ, જામનગર, જુનાગઢ, કચ્છ, નવસારી, રાજકોટ, સુરત અને વલસાડમાં NDRFની ૧-૧ ટીમ મળી કુલ-૧૨ ટીમો તૈનાત કરાઈ છે. તથા ૧ ટીમ ગાંધીનગર અને ૨ ટીમો વડોદરા ખાતે એમ કુલ ૩ ટીમો રીઝર્વ છે. તેમજ રાજયમાં હાલ SDRFની કુલ ૧૧ પ્લાટુન રીઝર્વ છે.

આ બેઠકમાં ઊર્જા, આરોગ્ય, માર્ગ અને મકાન, GSRTC, CWC, કોસ્ટ ગાર્ડ, પંચાયત, ફિશરીઝ, કૃષિ-પશુપાલન, ફોરેસ્ટ, શહેરી વિકાસ, GMB સહિતના અધિકારીઓએ હાજર રહી જરૂરી વિગતો આપી હતી.

English summary
The total rainfall in the state so far is more than 100 percent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X