અમદાવાદમાં મણીનગરમાં વધુ એક નબીરાએ નશામાં અકસ્માત સર્જ્યો
ઇસ્કોન ઓવર બ્રિજ પર અકસ્માતની શાહી હજી સુકાણી નથી ત્યાં વધુ એક અકસ્માત સર્જાયો હતો જો કે આ અકસ્માતમાં કોઇ જાનહાની નથી થઇ. નબીરા દ્વારા આલ્કોહોલનું સેવન કરીને બેફાન ગાડી ચલાવતા આ અકસ્માત સર્જાયા હોવાનું પ્રથમ દ્રષ્ટીએ માનવામાં આવી રહ્યુ છે. નબીરાની ગાડીમાથી આલ્કોહોલની બોટલ પણ મળી આવી હતી.

અમદાવાદના મણીનગરમાં નશામા ધુત નબીરાએ બેફામ ગાડી ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. જેા બાકડા પર બેસેલા બે લોકોનો આબાદ બચાવ થયો હતો.
નબીરાએ ગાડીને બાકડા પર બેસી રહેલા બે લોકો પર ગાડી ચડાવી દિધી હતી. પરંતુ સમય સૂચકતા દાખવીને બે લોકો ત્યાંથી હટી જતા તેમનો બચાવ થયો હતો.












Click it and Unblock the Notifications
