સુરેન્દ્રનગરઃ ખજાનો લૂંટવાની લાલચે 1200 વર્ષ જૂના મંદિરમાં ચોરી કરવા ઘૂસ્યા ચોર
સુરેન્દ્રનગરઃ ખજાનો લૂંટવાની લાલચે 1200 વર્ષ જૂના મંદિરમાં ચોરી કરવા ઘૂસ્યા ચોર
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલ એક 1200 વર્ષ જૂનાં મંદિરમાં ખજાનો છૂપાયેલો હોવાની અફવા સાંફળી ચોરોએ મંદિરમાં ઘૂસીને ખોદકામ કર્યું. શિવમંદિરમાં ચોરોએ ખજાનો લૂંટવાની લાલચાએ ખોદકામ કર્યું હોવાની માહિતી મળતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

થાનગઢ પોલીસ ઈન્સપેક્ટર એમડી ચૌધરીએ જમાવ્યું કે આ પ્રાચીન મંદિરમાં વધુ લોકો આવતા નથી, તે એક સંરક્ષિત સ્મારક છે અને પહેલેથી જ એક વિનાશની સ્થિતિમાં છે.
વધુમાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે મંદિરમાંથી કંઈ ચોરી નથી થયું, મંદિરમાં ખજાનો છૂપાયેલો હોવાની અફવાને પગલે ચોરોએ મંદિર પરિસરમાં ઘૂસીને ખોદકામ કર્યું હોય શકે છે. ગ્રામજનોની મદદથી મૂર્તિને તેના મૂળ સ્થાને મૂકવામાં આવી. આ મામલે કોઈપણ સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી નથી.
ગુરુવારે સ્થાનિકોએ મંદિરમાં બે ખાડા ખોદેલા હોવાની પોલીસને સૂચના આપી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, '1200 વર્ષ જૂનું આ મંદિર જામવાડી ગામની બાજુમાં આવેલું છે. ખજાનાની શોધમાં કોઈએ શિવલિંગને તેના મૂળ સ્થાનેથી દૂર કર્યા બાદ કોઈએ પ્રથમ ગર્ભસ્થાનની અંદર એક ફીટ ઉંડો ખાડો ખોદ્યો હતો. આરોપીઓએ શિવલિંગને કાળજીપૂર્વક ખંડીત ન થાય તેવી રીતે દિવાલ નજીક મૂકી દીધી હતી.'
આરોપીઓએ નંદીને હટાવીને તેના સ્થાને પણ 3થી 4 ફીટ ઉંડો ખાડો ખોદ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ચોરોએ મૂર્તિ હટાવતા પહેલાં તેના પર ફૂલો ચડાવ્યાં હતાં અને મૂર્તિને કોઈપણ પ્રકારે ખંડિત નહોતી થવા દીધી.












Click it and Unblock the Notifications
