For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદઃ પત્નીને કેન્સર છે, સાંભળીને જ માફ કરી દીધા 11 લાખ

પત્નીને કેન્સર હોવાનું માલુમ પડતાં આ બિઝનેસમેને માફ કરી દીધા 11 લાખ રૂપિયા

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ એક બિઝનેસમેને એવી મિસાલ રજૂ કરી જેને સાંભળીને તમે દંગ રહી જશો. વાત એમ હતી કે એક ફેક્ટરીના માલિકે ખરીદદાર વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તેણે માલ ખરીદીને ફેક્ટરીના માલિકના રૂપિયા નહોતા ચૂકવ્યા. જેથી આ મામલો સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો, પરંતુ કેસ કરનાર શખ્સને માલુમ પડ્યું કે પૈસા ન ચૂકવી શકનાર વ્યક્તિની પત્નીને કેન્સર છે તો એણે બાકીના 11 લાખ રૂપિયા માફ કરવાની સાથે કેસ પણ પાછો ખેંચી લીધો.

money

રૂપિયા માફ કરનાર વ્યક્તિનું નામ મહેન્દ્ર પટેલ છે, જેઓ કાલોલના રણકપુરમાં પ્રિન્ટિંગ અને પેકેજિંગનો ધંધો કરે છે. એમની કંપનીનું નામ પ્રાઈડ મલ્ટિટેક છે. મહેન્દ્ર પટેલ આ કંપનીના ડાયરેક્ટર છે જ્યારે પ્રકાશ પટેલ કો-ડાયરેક્ટર છે. હવે જે વ્યક્તિએ માલ ખરીદ્યો તેણે મહેન્દ્ર પટેલની કંપનીને ચેક આપ્યો હતો, પરંતુ ચેક રિટર્ન થઈ ગયો. એણે બીજો ચેક આપ્યો તે પણ બાઉન્સ થયો.

બે ચેક રિટર્ન થયા બાદ મહેન્દ્ર પટેલને કંપનીના કો-ડાયરેક્ટરે માલ ખરીદનાર શખ્સ વિરુદ્ધ કેસ દાખલ કરવા કહ્યું. પ્રકાશ પટેલે બાકી રકમ ન આપનાર શખ્સ વિરુદ્ધ 2016મં કેસ દાખલ કર્યો હતો. આ મામલાની સુનાવણી શરૂ થવાની જ હતી કે દેવાદારે મહેન્દ્ર પટેલને પોતાની સમસ્યા જણાવી. એમણે કહ્યું કે પત્ની કેન્સર પીડિત છે, કારોબાર ઠપ થઈ ગયો છે અને જો ઈચ્છો તો જેલ મોકલી દો કેમ કે મારી પાસે પૈસા નથી.

મહેન્દ્ર પટેલને ખબર પડી કે પત્નીને કેન્સર હોવાના કારણે તે પૈસા ચૂકવી શકે નથી, ત્યારે મહેન્દ્ર પટેલ કેસ પરત લેવા તૈયાર થઈ ગયા. બીજી બાજુ ડિફોલ્ટરે પણ કોર્ટને ભરોસો આપ્યો કે તેમની પાસે પૈસા આવશે એટલો તેઓ તુરંત મહેન્દ્ર પટેલને ચૂકવી ઉધાર ચૂકવી દેશે.

આ પણ વાંચો- અસમ NRC: 'જે લોકોના નામ નથી તેમને પાછા તેમના દેશ મોકલવામાં આવશે'

English summary
this gujarat businessmen story will will warm up your heart.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X