For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ઉનાળામાં ઠંડક મેળવવા તૈયાર કરો ટેરેસ કિચન ગાર્ડન

|
Google Oneindia Gujarati News

વૃક્ષો જંગલોને બચાવવાની સાથે પોતાના મકાનની ટેરેસ કે બાલ્કેનીમાં પણ આપણે કિચન ગાર્ડન બનાવી એક બાજુ આપણે પર્યાવરણના રક્ષણમાં પોતાનું નાનકડુ યોગદાન આપવાનો સંતોષ મેળવવા સાથે સાથે શુધ્ધ શાકભાજી દ્વારા પોતાના સ્વાસ્થ્યનું પણ રક્ષણ કરી પૈસાની બચત કરી શકીશું. આ ટેરેસ કીચન ગાર્ડનથી ઉનાળાના ધોમ ધખતા તાપ સામે પણ રક્ષણ મેળવી શકાશે. ટેરેસ કિચનગાર્ડન બનાવવા તેના બીયારણ ઉછેરવાની એક સામાન્યત રીત અહીં આપવામાં આવી છે. સાથે કયા માસમાં તેનો ઉછેર ઉપયોગી છે તે પણ જાણીએ.

terrece-garden

દુધી, તુરીયા, ગલકા, કાકડી, ભીંડા, ગોળી, ગુવારસીંગ અને કારેલાનું વાવેતર 15 જાન્યુઆરી પછી કરવું જોઇએ અને તેના બીને બે કલાક પલાળી પછી રોપવું જોઇએ. ગીલોડા દાંતણના ટુકડા જેટલા કટીંગ કરીને ટુકડા રોપવામાં આવે અને તે ફેબ્રુઆરીથી જુન સુધી રોપવું જોઇએ.
પરવર દાંતણના ટુકડા જેટલા કર્ટીંગ કરીને ટુકડાને જુનથી જુલાઈ સુધીમાં એક નર - નારી પ્રમાણે રોપી શકાય છે.

તુવેરસીંગનું વાવેતર તેના બીને 2 કલાક પલાળી એક મે પછી રોપવું જોઇએ.પાલક અને મેથીને 2 કલાક પલાડી ગમે ત્યારે રોપી શકાય. ધાણા(કોથમીર) વાવેતર ગમે ત્યાંરે રોપી શકાય. 24 કલાક પલાડી બી રોપવું, ધાણાને તડકામાં સુકવી ત્યારબાદ બે ભાગ કરી, ત્યાર પછી વાવેતર કરવાનું રહે છે. તાંદરજો(ચોલાઈની ભાજી)ને ગમે ત્યાંરે સીધા રોપી શકાય, જ્યાકરે લસણ વાવેતર ગમે ત્યારે 2 કલાક પલાળી રોપી શકાય, ટામેટા, રીંગણ અને મરચા ગમે ત્યાવરે રોપી શકાય સાથે ધરૂ ઉછેરવા 20થી 30 દિવસ પછી ફેર રોપણી કરવી જોઇએ.

આદુ(અદરખ) મે મહિનામાં આદુના ટુકડા રોપી શકાય. ટુકડા રોપી દીધા પછી ઉપરના ભાગમાં કંતાન અથવા ઝાડના મોટા પત્તા ઢાંકવા, ઉગ્યાશ પછી ખસેડી લેવું, પીળી હળદળ મે મહિનામાં હળદળના ટુકડા રોપી શકાય. ટુકડા રોપી દીધા પછી ઉપરના ભાગમાં કંતાન અથવા ઝાડના મોટા પત્તા ઢાંકવા, ઉગ્યાુ પછી ખસેડી લેવાનું. સફેદ હળદળ મે મહિનામાં હળદળના ટુકડા રોપી શકાય.
ટુકડા રોપી દીધા પછી ઉપરના ભાગમાં કંતાન અથવા ઝાડના મોટા પત્તા ઢાંકવા અને ઉગે પછી ખસેડી લેવા જોઇએ.

બીટનું વાવેતર ગમે ત્યારે રોપી શકાય પરંતુ ગરમીના દિવસો હોય તો ઉપર નેટ નાંખવી એટલે ગરમી સીધી ન લાગે જેથી નેટ નાંખવી જરૂરી છે. ગાજરના વાવેતરમાં ગરમીના દિવસો હોય તો ઉપર નેટ નાંખવી જરૂરી છે. મુળાને સપ્ટેમ્બરથી જાન્યુઆરી દરમિયાન રોપી શકાય, પરંતુ ગરમીના દિવસો હોય તો ઉપર નેટ નાખવી. ફુદીનાના વાવેતરમાં ગમે ત્યારે રોપી શકાય, મુળીયા સાથે કટીંગ કરીને રોપવા જોઇએ પરંતુ સાંજના સમયે સૌથી સારૂ અને વાવેતર કર્યા પછી ઉપરના ભાગે છાયડો કરવો જરૂરી છે.

વાલોર વાવેતર મે મહિનામાં સીધુ બી રોપી શકાય( માંડવો બનાવવાથી ઉત્પાદન સારૂં થાય), પાપડી વાવેતર મે મહિનામાં સીધું પણ રોપી શકાય( માંડવો બનાવવાથી ઉત્પાદન સારૂં થાય) અને કેપ્સીકમ/ ભોલર મરચા(મોટા મરચા) વાવેતર ગમે ત્યારે રોપી શકાય પરંતુ ધરૂં ઉછેર્યા બાદ રોપી શકાય જેને નેટ હાઉસ જરૂરી છે.

કોઇપણ છોડને કે ઝાડને ભેજ જરૂરી છે પાણી નહીં વધુ પાણી નુકસાનકારક છે. તેથી પાણીની બચત કરી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. બજારમાં મળતા શાકભાજી મોટાભાગે રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાઓવાળા હોય છે અને તે આરોગ્ય માટે હાનિકારક પણ છે. આપણા બાળકોને આ કાર્યમાં જોડી કુદરતી અજાયબીનો અહેસાસ કરાવી લીલાશાકભાજી ખાવા પ્રેરીત કરી શકાય છે સાથે પર્યાવરણની રક્ષા કરી આપણી પૃથ્વીને પણ બચાવી શકાય છે.

English summary
This summer try terrace kitchen garden to get cool.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X