જે પ્રેમિકાને જોઇ પણ નથી, તેના માટે કરતો હતો ચોરી

Subscribe to Oneindia News

વલસાડ LCB પોલીસવાપી ના ઉદ્યોગનગર વિસ્તારમાં ચોરીઓ કરી પોલીસના નાકે દમ કરનાર ચોરને ઝડપી પાડ્યો છે. વાપીમાં આવેલી મયંક ટ્રેડર્સની દુકાનમાં ચોરી કરતા CCTV કેમેરામાં ચોર કેદ થઇ ગયો હતો. CCTV ફૂટેજના આધારે પોલીસે આરોપીને ઓળખી કાઢ્યો હતો, પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસે બાતમીના આધારે આરોપી સતીશને ઝડપી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

thief

પોલીસે આરોપીની પૂછપરછ કરતા ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. આરોપીએ પોતાની પ્રેમિકા માટે ચોરી કરતો હોવાનો ખુલાસો કર્યો હતો. આરોપી એક એવી પ્રેમિકા માટે ચોરી કરતો હતો, જેને હજુ સુધી તેણે જોઈ પણ ન હતી. આરોપીને એક યુવકે યુવતીનો નંબર આપ્યો હતો, આ યુવતી સાથે તે છેલ્લા એક વર્ષથી સંપર્કમાં હતો.

આરોપીના કહેવા પ્રમાણે યુવતી પાસે રૂપિયા ન હોવાથી તે યુવતીએ આપેલા એકાઉન્ટમાં છેલ્લા એક વર્ષથી રૂપિયા નાંખતો હતો. યુવતી આરોપીને મળવાની લાલચ આપી રૂપિયાની માંગણી કરતી હતી. આરોપી અને તેની કથિત પ્રેમિકા એક પણ વાર મળ્યા નથી, માત્ર ફોન પર વાત થતી હતી.

અહીં વાંચો - હાર્દિકના વતનમાં BJP યુવાપ્રમુખ ઋત્વિજ પટેલનો રોડ શો

આ આરોપીએ 10 જેટલી ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું. મૂળ અમદાવાદ નો રહેવાસી સતીશ થોડા દિવસ પહેલ વાપી આવ્યો હતો, ઘર અને ધંધા વગર વાપીમાં ફરી ખાતો હતો. હાલ પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

English summary
This thief started stealing for his lover. He used to credit the amount earned by him into his lover's account.
Please Wait while comments are loading...