વિશ્વ યોગ દિવસની ઉજવણીને આખરી ઓપ અપાયો, ‘યોગ ફોર હ્યુમેનિટી’ની થીમ સાથે ઉજવણી થશે!
આંતરરાષ્ટ્રિય યોગ દિવસની રાજ્યકક્ષાથી લઇને જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરની ઉજવણીમાં અંદાજે સવા કરોડ લોકોને સાંકળીને ઉજવણી કરવા રાજ્ય સરકારે આયોજન કર્યુ છે. આ સમગ્ર આયોજન માટે મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આંતરરાષ્ટ્રિય યોગ દિવસની રાજ્યકક્ષાથી લઇને જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરની ઉજવણીમાં અંદાજે સવા કરોડ લોકોને સાંકળીને ઉજવણી કરવા રાજ્ય સરકારે આયોજન કર્યુ છે. આ સમગ્ર આયોજન માટે મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, પંચાયત, મહેસૂલ, આરોગ્ય તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવશ્રી, પ્રવાસન, પ્રાથમિક શિક્ષણ અને રમત-ગમતના અગ્ર સચિવો સહિત ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલજી અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ સહિત વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં સામેલ થયા હતા.
યોગ દિવસે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં યોજાશે. આ સિવાય આ કાર્યક્રમમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી અને રાજ્યના રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. પીએમ મોદી આ કાર્યક્રમમાં વર્ચુઅલ રીતે ઉપસ્થિત રહી સંબોધન કરશે.
આ વખતની ઉજવણીમાં સૌથી મોટી વાત એ છે કે આઝાદી કા અમૃત મહોત્સવ-સ્વતંત્રતાના ૭પ વર્ષ અંતર્ગત યોગ દિવસ રાજ્યમાં કુલ ૭પ આઇકોનીક સ્થળોએ પણ ઉજવવામાં આવશે. જે અતર્ગત મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત ૧૭ ધાર્મિક સ્થળો, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત ૧૮ ઐતિહાસિક સ્થાનો, કચ્છના રણ સહિત રર પ્રવાસન ધામો, માનગઢ હિલ અને સાપુતારા સહિત ૧૭ કુદરતી સૌદર્ય ધામો અને સાયન્સ સિટી ખાતે આ દિવસે સામુહિક યોગ સાધના કાર્યક્રમ યોજાશે.
આ સિવાય યોગ દિવસની ઉજવણી રાજ્યના મહાનગરોમાં ભાવનગરના જવાહર ગ્રાઉન્ડ, જામનગરના રણમલ તળાવ, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ, વડોદરામાં લક્ષ્મીવિલાસ પેલેસ અને સુરતના વનીતાઆશ્રમ ખાતે કરવામાં આવશે. તે ઉપરાંત રાજ્યમાં યોગ દિવસની ઉજવણી જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ તેમ જ શાળાઓ, આઈ.ટી.આઈ., આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશન અને જેલ ખાતે પણ કરવામાં આવશે. જિલ્લાદીઠ ૩૦૦૦ લોકો સહિત અંદાજે ૯૯૦૦૦ લોકો જિલ્લા કક્ષાની ઉજવણીમાં ભાગ લેશે.
વધુમાં અમદાવાદમાં શાંતિગ્રામ અદાણી, કચ્છના સફેદ રણ, મહેસાણાના ધરોઈ ડેમ અને નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે આઈકોનિક સ્થળો ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી થશે. તાલુકા કક્ષાની ઉજવણીમાં તાલુકાદીઠ ૫૦૦ લોકો સહિત અંદાજે ૧,૨૫,૫૦૦ લોકો ભાગ લેશે. ગામ દીઠ ૨૫ લોકો યોગદિવસની ઉજવણીમાં જોડાશે. તેથી કુલ ૪,૫૫,૬૫૦ લોકો ગ્રામીણ કક્ષાની ઉજવણીમાં જોડાશે. શિવરાજપુર બીચ અને કચ્છનું નાનું રણ આ બે આઈકોનિક સ્થળોએ તાલુકા કક્ષાની ઉજવણી થશે.
.શાળાઓની વાત કરીએ તો, રાજ્યની ૪૫,૦૦૦ પ્રાથમિક શાળાના ૮૪,૬૫,૦૦૦ વિદ્યાર્થીઓ તેમ જ ૩,૨૩,૦૦૦ શિક્ષકો યોગદિવસની ઉજવણીમાં જોડાશે. ૧૨,૫૦૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૨૮,૪૩,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૮૯,૦૦૦ શિક્ષકો આ ઉજવણીમાં જોડાશે. ૨૬૦૦ યુનિવર્સિટી-કોલેજના ૧૬,૧૪,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૬૦,૦૦૦ અધ્યાપકો યોગદિવસની ઉજવણીમાં સહભાગી થશે. રાજ્યની ૨૮૭ આઈ.ટી.આઈ.દીઠ ૧૦૦ વિદ્યાર્થીઓ એમ કુલ ૨૮,૭૦૦ વિદ્યાર્થીઓ યોગદિવસની ઉજવણીમાં જોડાશે. રાજ્યના ૧૪૭૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૬૫૦૦ પેટાકેન્દ્રો પર કુલ ૧૨,૭૦,૪૦૦ લોકો યોગ કરશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
